________________
ઉપાધ્યાયશ્રી અમરસુનિ
૨૩૯
ગત ૧૯૭૦ના ફેબ્રુઆરી મહિનામાં એમના દીક્ષાપર્યાયને પચાસ વર્ષ પૂરાં થયાં. પંદરેક વર્ષની ઊછરતી ઉંમરે તેઓ ભગવાન તીર્થંકરના ત્યાગધર્મના સાધક અને આત્મશોધક બન્યા, અને એ સંયમયાત્રા યશસ્વી બનાવી.
(તા. ૨૧-૩-૧૯૭૦)
તેઓ જેટલા મક્કમ છે એટલા જ મુલાયમ છે. અને ભગવાન મહાવીરની વિહારભૂમિ રાજગૃહી નગરીના પહાડની તળેટીમાં, આત્મસાધના, જ્ઞાનોપાસના અને લોકોપકારના ત્રિવેણીસંગમ સમા ઉદાત્ત અને મંગળમય આશયથી, પાંચેક વર્ષ પહેલાં, ‘વીરાયતન’ નામની સંસ્થાની સ્થાપના થઈ તે તેઓની આવી મુલાયમતાથી છલકાતી કરુણાભાવનાને કારણે જ. આવી ઉત્તમ સંસ્થાની સ્થાપના કરાવીને તેઓએ પોતાની લોકોદ્ધારની કરુણાભાવનાને ચરિતાર્થ કરી છે; અને સાથેસાથે જૈન સંસ્કૃતિને વિશેષ ગૌરવશાળી બનાવી છે, એ સ્વીકારવું જોઈએ.
વળી તેઓ શાંત, સ૨ળ અને ભદ્રપરિણામી હોવા છતાં વ્યક્તિ, ધર્મ, સંઘ, સમાજ કે દેશને પજવતા પ્રશ્નોને સમજવાની વિચક્ષણ દૃષ્ટિ અને તે અંગે પોતાના વિચારોને સ્પષ્ટ રૂપમાં રજૂ કરવાની નિર્ભયતા ધરાવે છે; સામી વ્યક્તિને પોતાની બનાવી લેવામાં તો જાણે તેઓ હેતના વિશાળ વડલા સમા છે. વિખવાદથી દૂર રહેવાના અને ગુણો આગળ ઝૂકી પડવાના સ્વભાવને લીધે તેઓની સાધુતા વિશેષ શોભાયમાન બની છે. તેઓએ પોતાના સાધુજીવનમાં આત્મસાધનાને આપેલ વિશિષ્ટ સ્થાનનું જ આ સુપરિણામ છે. વિચાર-વ્યવહારની સંકુચિતતા અને પારકાની નિંદાકૂથલી એમને મુદ્દલ ખપતી જ નથી. પોતાના પરિચિતોના વર્તુળમાં તેઓ “કવિજી મહારાજ”ના સ્નેહ-આદરભર્યા નામથી ઓળખાય છે.
આપણા દેશની મૂડી સમા આ રાષ્ટ્રીય સંતપુરુષે ગત ૧૯૭૮ના માર્ચ મહિનાની શરૂઆતમાં પોતાના યશસ્વી, ઉજ્જવળ અને ધ્યેયનિષ્ઠ જીવનનાં ચુમ્મોતેર વર્ષ પૂરાં ર્યાં અને પંચોતેરમા વર્ષમાં પ્રવેશ કર્યો એ અંગે અમે અમારી અંતરની ખુશાલી વ્યક્ત કરીને, એમનું ભાવપૂર્વક અભિવાદન કરીએ છીએ. (તા. ૨૧-૫-૧૯૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org