________________
૩૦૨
અમૃત સમીપે (૪) સેવાવ્રતી સાધુપુરષ ડૉ. આલ્બર્ટ ગ્વાઈઝર
રવિવારના પ્રભુપ્રાર્થનાના પવિત્ર દિવસે, ૯૦ વર્ષની જઇફ ઉંમરે, આજીવન સેવાવ્રતી સાધુપુરુષ ડૉ. આલ્બર્ટ ગ્વાઈઝરે પૂર્ણ શાંતિ સાથે પોતાનો અંતિમ શ્વાસ લઈને આ દુનિયામાંનું પોતાનું કર્તવ્ય પૂરું કર્યું; ધરતી વધુ રંક બની.
ડૉ. શવાઈઝરે વર્ણ, દેશ, જાતિ, ધર્મ કે ભાષાના તમામ ભેદોને ગાળી નાખીને, માનવમાત્રની નિર્ભેળ, નિઃસ્વાર્થ સેવાનો માર્ગ અપનાવીને પોતે માનવતાના અમૃતનું પાન કરી જાણ્યું અને પોતાના સેવાવ્રતના તીર્થને આરે આવનારને એ અમૃતનું અંજલિઓ ભરીને વિતરણ કરી જાણ્યું.
તેઓ જેવા મોટા વિદ્વાન અને ફિલસૂફ હતા, એવા જ મોટા સંગીતજ્ઞ અને તબીબ હતા. ધર્મો અને ધર્મશાસ્ત્રોમાં પણ એમનો જીવંત રસ હતો; અને એ બધાં ય ઉપર કરુણાલક્ષી અને કર્તવ્યબુદ્ધિપ્રેરિત માનવતાની સુભગ આભા પ્રસરેલી હતી. એને લીધે તેઓ પોતાની સમગ્ર શક્તિઓ અને સિદ્ધિઓને પીડિત, દલિત, દીન-દુ:ખી માનવજાતની સેવામાં અને ઉન્નતિમાં પ્રયોજવા પ્રેરાયા હતા; અને તે પણ કેવળ પોતાના હૃદયને સંતોષ આપવા ખાતર જ ! - તેઓનો જન્મ સને ૧૮૭૫માં જાન્યુઆરીની ૧૪મી તારીખે, જર્મનીમાં એલ્સાશ પરગણામાં ગનબેશ ગામમાં એક પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી કુટુંબમાં થયો હતો.
એક બુદ્ધિશાળી અને ખૂબ તેજસ્વી વિદ્યાર્થી તરીકે ૨૪ વર્ષની ઉંમરે એમણે જુદાજુદા ચાર વિષયોની ડૉક્ટરેટ(પીએચ.ડી.)ની ડિગ્રી મેળવી હતી. તે પછીનાં પાંચેક વર્ષ એમણે મૌલિક અને આંચકા આપે એવા ચિંતનપૂર્ણ લેખો લખવામાં, વિશેષ અધ્યયનમાં અને અધ્યાપનમાં ગાળ્યાં.
૨૯ વર્ષની યુવાન વયે એમનું અંતર જાગી ઊઠ્યું અને શેષ જીવન પીડાગ્રસ્ત માનવજાતિની સેવા માટે અર્પણ કરવાનો મહાન સંકલ્પ કર્યો.
ક્યાં ભોગવિલાસ અને અર્થતૃષ્ણા તરફની દોટમાં જ આનંદ અનુભવતી એ જુવાની, અને ક્યાં એવી કામનાઓને નાથીને થનગનતી યુવાનીને લોકસેવાને માર્ગે દોરી જવાની આ અદમ્ય તલાવેલી ! ડૉ. શ્વાઈડ્ઝર સારી વાતોના પ્રચારક મટીને એને આચનારા બની ગયા. દીન-દુખિયાની સેવાની તાલાવેલીથી પ્રેરાઈને તેઓએ પછીનાં વર્ષોમાં અભ્યાસ કરીને દાતરની ડિગ્રી મેળવી લીધી; એથી પ્રત્યક્ષ સેવાનું સાધન પણ મળી ગયું.
- ૩૭ વર્ષની ઉંમરે એક તરફ એમણે લગ્ન કર્યું, તો બીજી બાજુ, લગ્નજીવનને સુખી અને સમૃદ્ધ બનાવે એવી ઉત્તમ અને વિરલ તકોને જતી કરીને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org