________________
આચાર્ય આત્મારામજી
૧૩૫ ૯૫ વર્ષ જેટલી પાકટ વયે પણ તેઓ આચાર્ય બનવાના મોહથી અળગા જ રહ્યા. જ્યારે ઉંમરે કે જ્ઞાને એમના કરતાં ક્યાંય ઊણા ઊતરતા સાધુઓ આચાર્ય બનવા માટે તાલાવેલી સેવતા જોવા મળે છે, ત્યારે આવી અલિપ્તતા શ્રી આત્મારામજી મહારાજના અંતરમાં વહેતાં સાચાં ત્યાગ, વૈરાગ્ય અને નિર્મોહીપણાનું સૂચન કરે છે. છેવટે વિ.સં. ૨૦૦૩ની સાલમાં ૧૫ વર્ષની પાકટ વયે લુધિયાનામાં એમને આચાર્યપદથી સન્માનિત કરવામાં આવ્યા; જાણે એ આચાર્ય-પદવી પોતે જ એ દિવસે કૃતાર્થ થઈ !
પણ સાધુતાના પરમ ઉપાસક આ આચાર્ય માટે કુદરતે આથી પણ વધારે મોટું અને અસાધારણ સન્માન સંઘરી રાખ્યું હતું. વિ. સં. ૨૦૦૯ની સાલમાં સાદડીમાં સ્થાનકવાસી મુનિવરોનું મોટું સમેલન મળ્યું હતું. એમાં ગુજરાતસૌરાષ્ટ્રના સ્થાનકવાસી સાધુસમુદાયો સિવાયના સ્થાનકવાસી સાધુસંઘોનું “શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રમણ સંઘ' એ નવે નામે પુનર્ઘટન કરીને, તેરાપંથી ફિરકાની જેમ, એક જ આચાર્યની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ વખતે આ પ્રધાનાચાર્યપદ કોને આપવું એ સવાલ ઉપસ્થિત થયો, ત્યારે આચાર્યશ્રી આત્મારામજી મહારાજ પોતે એ સંમેલનમાં હાજર નહીં રહી શકેલ હોવા છતાં એમને પ્રધાનાચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું. આ, સ્વર્ગસ્થ આચાર્યશ્રીના જીવનની મહત્તા સૂચવનારા એક સીમાસ્તંભ સમી અસાધારણ ઘટના લેખાય. આમ થવામાં મુખ્ય ફાળો આચાર્યશ્રી આત્મારામજી મહારાજની ઊંડી વિદ્વત્તા અને ચારિત્રની ઉત્કટ સાધનાએ આપ્યો હતો. એમને “આચાર્ય-સમ્રાટ' તરીકે બિરદાવવામાં આવે છે તે આ રીતે યથાર્થ છે.
આવા મોટા પદનો ઉપયોગ એમણે કદી પોતાની અંગત મહત્તા વધારવામાં કે સંઘ ઉપર પોતાની મહત્તા પરાણે આરોપી દેવામાં નથી કર્યો, પણ હમેશાં સંઘના કલ્યાણ માટે તત્પરતા દાખવીને એ જવાબદારીને સાર્થક કરી બતાવી છે.
તેઓની જિજ્ઞાસા જેમ હંમેશાં ઉત્કટ રહી છે, તેમ જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને સંતોષવાની એમની તાલાવેલી પણ હમેશાં એટલી જ ઉત્કટ રહી છે. શાસ્ત્રાભ્યાસ કરવા ઇચ્છનાર યોગ્ય પાત્રને પૂરી ઉદારતા સાથે ખૂબ મહેનત લઈને અભ્યાસ કરાવતા. શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયનાં જ્ઞાનપિપાસુ સાધ્વીજી મૃગાવતીશ્રીને એમણે જે મમતા અને તત્પરતાથી આગમોનું અધ્યયન કરાવ્યું હતું, એ ઘટના એમની ઉદારતા અને જ્ઞાનપ્રીતિનું સ્મારક બની રહે છે.
તેઓ એક ઉચ્ચ કોટીના ધર્મ-પ્રવચનકાર હતા, અને કેટલાક જૈન આગમોના અનુવાદો સહિત એમણે નાના-મોટા ૭૦ જેટલા ગ્રંથો સર્યા હતા. એ બતાવે છે કે તેઓ હંમેશાં વાદવિવાદ કે નિંદાકૂથલીથી અળગા રહીને, જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org