SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ જગર હીરવિજયજી ભાવનગરના શ્રીસંઘની વિનંતીથી, ઘણી જ આનાકાની સાથે, એમને આ પદવી સ્વીકારવી પડી હતી. આચાર્ય બન્યા પછીનાં પણ અંતિમ ચાર વર્ષ વિશેષ આત્મસાધનામાં ગાળ્યાં. વિ. સં. ૧૯૮૭ના ચોમાસામાં, શ્રાવણ વદિ પાંચમે, જૈનપુરી અમદાવાદમાં આ મહાપુરુષ, સમાધિ અને જાગૃતિ સાથે કાળધર્મ પામ્યા. આ યોગસાધક પોતાનો મોટા ભાગનો સમય ત્રણ ભાગમાં વહેંચીને પોતાની સાધનાને આગળ વધારતા હતા : સવારમાં વ્યાખ્યાન વાંચવું, બપોરે ધ્યાનમાં બેસવું અને ધ્યાન પછી લેખનકાર્ય કરવું. તેઓ જેવું મધુર અને હૃદયસ્પર્શી પ્રવચન આપી શકતા હતા, તેમ એમની લેખનશૈલી પણ સુંદર, સુગમ અને અસરકારક હતી. પોતાના અભ્યાસ અને અનુભવના નિચોડ રૂપે વીસ જેટલાં પુસ્તકો લખીને તેઓએ આપણા ઉપર મોટો ઉપકાર કર્યો છે. પોતાને યોગસાધના તરફ ખૂબ ઊંડો અનુરાગ હોવા છતાં સાધુજીવનની ધર્મક્રિયાઓ સ્વયં કરીને તેમ જ સામાન્ય જનસમૂહને એ તરફ દોરીને એમણે પોતાની સાધનામાં નિશ્ચય અને વ્યવહારનો કેવો સુમેળ સાધ્યો હતો તે બતાવે છે. વળી દુઃખી અને ગરીબ સાધર્મિકો માટે હુન્નરશાળા વગેરે સ્થાપવાની પ્રેરણા આપીને એમણે પોતાની કરુણાવૃત્તિ પણ દાખવી હતી. જ્યારે ઘણા લાંબા સમયથી જૈનસંઘની ધર્મકરણીમાંથી, આત્યંતર તપ તરીકેનું મહત્ત્વ ધરાવતો ધ્યાનસાધનાનો માર્ગ મોટા પ્રમાણમાં વીસરાઈ ગયો છે અને અત્યારે શિથિલાચારનો ચિંતાજનક રૂપમાં ફેલાવો થવા લાગ્યો છે, ત્યારે આચાર્ય શ્રી વિજયકેસરસૂરિજીનું (તથા આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીનું ) જીવન અને કાર્ય આપણને ઘર્મનો સાચો માર્ગ સુઝાડવામાં દીવાદાંડીની ગરજ સારે છે. | (તા. ૧૫-૧-૧૯૭૭) (૧૩) જગગુરુ હીરવિજયજી સમભાવી, ઉદાર અને ત્યાગ-વૈરાગ્ય-સંયમથી શોભતા ધર્મગુરુ અને ઉદાર, ધર્મજિજ્ઞાસુ અને સત્યના ચાહક સમ્રાટ વચ્ચે ધર્મસ્નેહ બંધાતાં એનું કેવું ઉત્તમ, સર્વકલ્યાણકર પરિણામ આવે એનો ખ્યાલ જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીના અને મહાન મોગલ સમ્રાટ અકબરના જીવન ઉપરથી આવી શકે છે. જે ધર્મગુરુઓ પોતાનાં જ્ઞાન અને ચારિત્રનો પ્રભાવ રાજા-મહારાજાઓ ઉપર પાડી શક્યા છે, તે મોટા પ્રમાણમાં ધર્મની સેવા અને લોકકલ્યાણના યશના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy