SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮૧ ડૉ. મનસુખલાલ ટી. શાહ જ નાદ ગુંજી રહ્યો છે : “ામ સુબ્રતતાનાં નામાંર્તિનાશનમ્” અર્થાત્ દુનિયાનાં દીન-દુ:ખિયાંઓની સેવા જીવનની છેલ્લી પળ સુધી કરીને જીવનને કૃતાર્થ કરું. કરુણાપ્રેરિત આ અદમ્ય ભાવના દાક્તરસાહેબને ૧૮ વર્ષની પાકટ ઉમરે પણ ૩૮ વર્ષના યુવાનની જેમ કામે વળગવા સતત પ્રેરતી રહે છે. છેલ્લાં કેટલાંક વર્ષથી શ્રી મનસુખભાઈ મુંબઈમાં રહેતા હતા; પણ જાણે નાના શહેરની અને ગામડાંની સેવાનો સાદ એમના અંતરને સ્પર્શી ગયો હોય એમ એમણે દોઢ-બે મહિના પહેલાં મુંબઈ છોડીને સુરેન્દ્રનગરમાં કાયમનો વસવાટ કરવાનો અને ત્યાં “આઈ-મિશન' (નેત્રચિકિત્સા-સેવા) શરૂ કરવાનો નિર્ણય કર્યો. તેઓ પોતે આંખના નિષ્ણાત છે; એમની આવડત અને સેવાનો કાયમી લાભ હવે ઝાલાવાડને મળવાનો છે એ ભારે ખુશનસીબીની વાત છે. આપબળે આગળ વધનાર અને ધર્મમય જીવન જીવીને સેવાપરાયણતાનો ભેખ ધરનાર ડૉક્ટરસાહેબનું જીવન જાણવા જેવું છે. તેઓનું મૂળ વતન લીંબડી. તા. ૨૫-૧૨-૧૮૯૭ના રોજ એમનો જન્મ. ત્રણ વર્ષની ઉંમરે માતાનું સુખ ગયું, અને અગિયાર વરસની ઉંમરે પિતાનું શિરછત્ર પણ જતા ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ થઈ ગઈ. પણ મનસુખભાઈમાં આત્મવિશ્વાસ, અડગ નિશ્ચયબળ અને લીધું કામ પાર પાડવાની સૂઝ ભરેલાં હતાં; અને તેઓ ધીમે-ધીમે અભ્યાસમાં આગળ વધ્યા. પૈસાની સગવડ તો હતી જ નહીં, એટલે ટ્યૂશનો કરીને પોતાનું કામ ચલાવતા. પરોઢિયે ચાર વાગે ઊઠવું, અભ્યાસ અને બીજું કામ વેળાસર પૂરું કરી રોજી રળવી, સાર્દુ ધર્મમય જીવન જીવવું અને બને તેટલું બીજાને ઉપયોગી થઈ પડવું – આવું નમૂનેદાર એમનું ઘડતર થયું હતું. પૈસાની તંગી તો એવી કે કરાંચીમાં રસ્તાની બત્તીએ વર્ષો સુધી વાંચીને એમણે માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હતું ! આ રીતે ખંત, ધીરજ અને સહનશીલતાને બળે તેઓ સને ૧૯૨૨માં, ૨૬. વર્ષની ઉમરે એમ.બી.બી.એસ. થયા. . પાંચેક વર્ષ તેઓએ સુરેન્દ્રનગરમાં પ્રેક્ટિસ કરી. આ દરમિયાન શ્રીમતી કુસુમબહેન સાથે એમનાં લગ્ન થયાં. કુસુમહેન પણ ભારે સરળ, ધર્મપરાયણ અને પતિપરાયણ સન્નારી છે, અને પતિના સેવાયજ્ઞમાં સાથ પુરાવીને પોતાના જીવનને કૃતાર્થ કરી જાણે છે. ૧૯૨૬-૨૭માં સુરેન્દ્રનગરમાં સુપ્રસિદ્ધ ડૉ. મથુરાદાસના હાથે જે પહેલો નેત્રયજ્ઞ રચાયો, એની સફળતામાં શ્રી મનસુખભાઈનો હિસ્સો ન ભૂલી શકાય એવો હતો. ૧૯૨૭ પછી તેઓ આફ્રિકામાં જઈને રહ્યા અને ત્રીસ વર્ષ સુધી આંખના ડૉક્ટર તરીકે કામ કરતા રહ્યા. Jain Education International For Private & Personal Use Only 'WWW.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy