________________
સાધ્વી શ્રી વિચક્ષણશ્રીજી
૨૮૫ સાધ્વીજીના આવા પ્રેરક ઉદ્બોધનથી અમે ખૂબ આહૂલાદિત થયા છીએ, અને એ માટે એમને ધન્યવાદ આપવાની સાથે આવા એકતાના માર્ગે ચાલવાની બુદ્ધિ અને શક્તિ આપણામાં પ્રગટે એવી પ્રાર્થના કરીએ છીએ.
(તા. ૨૮-૯-૬૮) ધર્મોપદેશની અસર
આગરાથી પ્રગટ થતા “શ્વેતાંબર જૈન' પત્રના તા. ૧૬-૩-૧૯૭૬ના અંકમાં સાધ્વીજી શ્રી વિચક્ષણશ્રીજીના પ્રવચનનું અને એની અસરનું જે વર્ણન આપ્યું છે તે આલાદ ઉપજાવે એવું અને સાધ્વીજીનો ધર્મોપદેશ પણ સાધુમુનિરાજોના ઉપદેશ જેવો જ પ્રભાવશાળી બની શકે છે એ સત્યની શાખ પૂરે એવું છે. છેવટે વ્યક્તિ પોતે નહીં, પણ એનાં જ્ઞાન અને ચારિત્ર જ પ્રભાવશાળી નીવડે છે – ભલે પછી એ પુરુષ હોય કે સ્ત્રી.
દોઢેક મહિના પહેલાં તેઓ (મધ્યપ્રદેશમાં) જીવન નામના ગામમાં ગયાં હતાં અને ત્યાં એમણે જાહેર પ્રવચનો આપ્યાં હતાં. એમનાં પ્રવચનોમાં માનવતા, ભ્રાતૃભાવ, સંગઠન, સેવા, સ્વાર્પણ જેવા ગુણોને આગળ પડતું સ્થાન મળે છે. તેથી એમાં જૈન-જૈનેતર શ્રોતાઓ સમાનભાવે સામેલ થાય છે.
આ ગામના જૈન સમાજમાં કોઈ નાનીસરખી બાબતને લઈને મોટો મતભેદ પડી ગયો હતો, અને તેથી ત્યાંનો સમાજ વર્ષોથી બે પક્ષમાં વહેંચાઈ ગયો હતો.
સંગઠનની હાકલ કરતાં સાધ્વીજીનાં પ્રવચન આ ગામના જૈન સમાજના અંતરને સ્પર્શી ગયાં અને સાધ્વીજી તરફથી કોઈ પણ જાતના અંગત દબાણ વગર જ તેઓએ મતભેદનું નિવારણ કર્યું અને પોતાનું સંગઠન સાધી લીધું.
એ જ રીતે કેટલાક મહિનાઓ પહેલાં, આ સાધ્વીજીનાં પ્રવચનોથી પ્રેરાઈને પીપલિયા ગામના લોકોએ મરણ પાછળના જમણ(કારજ)ના રિવાજને તિલાંજલિ આપી હતી. આવા ધર્મપ્રચાર માટે આ સાધ્વીજીને ખૂબખૂબ અભિનંદન ઘટે છે.
આવા ઘખલાઓથી પ્રેરાઈને આપણા સાધ્વીસંઘને ઊંડા અધ્યયનની અને ધર્મોપદેશની છૂટ આપવામાં આવે એ જ આ લખાણનો સંદેશ છે.
(તા. ૬-૪-૧૯૭૩) સમતાભરી સહનશીલતા
સાધ્વીજી મહારાજ શ્રી વિચક્ષણશ્રીજીની જાગૃત સંયમસાધનાની પ્રશસ્તિરૂપે આ નોંધ લખવાનું અત્યારે એટલા માટે અવસર પ્રાપ્ત છે, કે લગભગ છેલ્લાં અઢી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org