________________
અમૃત-સમીપે
શેઠશ્રી અરવિંદભાઈ હસ્તકનાં દુષ્કાળ-રાહત-કામોની અસાધારણ વિશેષતા એ હતી કે એમાં રોજી મેળવવા માટે શરીરશ્રમ કરનાર પ્રત્યેક વ્યક્તિની શારીરિક શક્તિ ટકી રહે એની પૂરી તકેદારી રાખવામાં આવી હતી. એ માટે દરરોજ આવી પ્રત્યેક વ્યક્તિને શરીરપોષક અને શક્તિવર્ધક સુખડી એકસો ગ્રામ જેટલી નિયમિત મળતી રહે એવી વ્યવસ્થા ગુજરાતના બધા દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે ક૨વામાં આવી હતી; સાથે-સાથે બાજરી કે એવું પોષક અનાજ મળતું રહે એવી ગોઠવણ કરવાનું પણ તેઓ ચૂક્યા ન હતા.
૪૧૨
રોજ હજારો મણ સુખડી તૈયાર કરવી અને રાજમાર્ગોથી દૂર-દૂર અગોચર પ્રદેશમાં વસેલાં હજારો ગામડાંના લાખો ગ્રામવાસીઓને નિયમિત પહોંચતી કરવી એ કામ કેટલું જંગી અને જટિલ છે ! આમ છતાં એકલા કચ્છમાં સુખડીવહેંચણીનું કામ કેટલા મોટા પાયા ઉપર ગોઠવવું પડ્યું હતું એનો ખ્યાલ ‘ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' દૈનિકના તા. ૧-૮-૧૯૭૦ના અંકમાં આપેલી નીચેની વિગતો ઉપરથી પણ આવી શકે છે :
—
કચ્છમાં ૧૦૫૩ ગામડાંઓને સુખડી અને બાજરો પહોંચાડવામાં આવતાં હતાં. રોજ ૮૦ ટન જેટલી સુખડી બનાવવામાં આવતી હતી, અને ૪૨ જીપગાડીઓ અને ૪ મોટ૨ટ્રકોના મોટા વાહનકાફલા દ્વારા એની વહેંચણી ક૨વામાં આવતી હતી. આ રીતે રોજ નવ લાખ ઉપરાંત માણસોને સુખડીનો લાભ મળતો હતો. આ કામ વ્યવસ્થિત રીતે ચાલતું રહે એ માટે પાંચસો જેટલી સ્થાનિક સમિતિઓ રચવામાં આવી હતી.
એમ કહેવું જોઈએ કે આ કાર્યને સફળ બનાવવામાં જેમ જંગી આર્થિક સહાયની જરૂર હતી, તેમ નિઃસ્વાર્થ અને સેવાપ્રેમી કાર્યકરોની વિશાળ એકરાગી જૂથની પણ એટલી જ જરૂર હતી. આ કાર્ય સફળતાપૂર્વક શોભી ઊઠ્યું હોય તો તે આવા કાર્યકરોને કારણે,
ઠેર-ઠેર આવા સેવાપરાયણ કાર્યકરોનું જૂથ ઊભું કરવામાં શેઠ શ્રી અરવિંદભાઈની એક વ્યાપારી અને ઉદ્યોગપતિ તરીકેની કાર્યદક્ષતા અને વ્યવહારનિપુણતાએ ઘણો મહત્ત્વનો હિસ્સો આપ્યો છે એમાં શક નથી. વળી શ્રી અરવિંદભાઈની આ ઉત્કટ તમન્ના અનેક કાર્યકરોના અંતરને સ્પર્શી ગઈ, અને ગોવર્ધન-પર્વતને તોળવા જેવા વિરાટ કાર્યના સાથી બનીને પોતાના જીવનને કૃતાર્થ બનાવવા એ સૌને દોરી લાવી. જ્યોતથી જ્યોત પ્રગટે એ રીતે આ સેવાપ્રવૃત્તિનો વિસ્તાર થતો રહ્યો. આ પ્રસંગ ઉપરથી આનંદ અને આશ્ચર્યપૂર્વક એમ પણ તારવી શકાય છે કે જો નેતા શાણો, સેવાભાવી અને નિઃસ્વાર્થ હોય, તો આ યુગમાં પણ નેકદિલ, નિષ્ઠાવાન અને નિઃસ્વાર્થ સેંકડો સાથીઓ સહેજે મળી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org