________________
૨૩૭
ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી ગણી
(૧૮) સંયમ અને તપના જાગૃત આરાધક
ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણી
જેઓ સંસારને સાચા અર્થમાં અપાર મુસીબતો અને દુઃખોથી ભરેલા ભવભ્રમણના વિષચક્ર જેવો માને છે, તેઓને ત્યાગ-વૈરાગ્ય-સંયમનો રંગ લાગતાં વાર લાગતી નથી. પણ જીવનના અંત સુધી સંયમનું નિરતિચાર પાલન થતું રહે એવી અખંડ અપ્રમત્તતા દાખવવી એ તો એથી ય મોટું અને અતિ દુષ્કર કાર્ય છે.
આવા કાર્યને સહજ ભાવે કરી બતાવીને વિરલ ધર્મપુરુષ તરીકેનું ગૌરવ મેળવીને પોતાના જીવન અને મરણને ધન્ય બનાવી જનાર વર્તમાન સમયના આપણા મુનિવરોમાં સ્વ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવરનું નામ અને કામ અગ્રસ્થાન પામે એવી ઉત્તમ કોટિનું હતું.
સ્વર્ગસ્થ ઉપાધ્યાયજી મહારાજે ઉત્કૃષ્ટ કોટિના સંયમની આરાધના માટે વાસનાઓ ઉપર જે કાબૂ મેળવ્યો હતો અને પોતાની સ્વાદેન્દ્રિયને રસલોલુપતાથી જે રીતે મુક્ત બનાવી હતી, તે દાખલારૂપ બની રહે એવી હતી.
વળી તેઓ નિર્મળ સંયમની આરાધના માટે જેટલી ચીવટ ધરાવતા હતા, એવો જ ઉત્કટ અનુરાગ એમને તપસ્યાની સાધના પ્રત્યે પણ હતો. દીક્ષા લીધી ત્યારથી તે કાળધર્મ પામ્યા ત્યાં સુધીનાં ૪૮ વર્ષ જેટલા દીર્ઘ સમય દરમ્યાન, નાનીમોટી કે ભયંકર માંદગીના સમયમાં કે અઠ્ઠાઈ કે તેથી મોટી તપસ્યાના પારણાના અવસરે પણ, તેઓએ ક્યારેય એકાસણા કરતાં ઓછું તપ કર્યું ન હતું ! તેઓએ વર્ધમાન તપની ક૭ ઓળી અને ૧૫-૧૬ વર્ષીતપ કર્યા હતાં તે ઉપરથી પણ એમનો તપસ્યાનો રંગ કેવો પાકો હતો તે જાણી શકાય છે.
તેઓનું વતન ઉત્તર ગુજરાતના ઊંઝા પાસે આવેલું ઉનાવા ગામ. એમના પિતાનું નામ શ્રી ન્યાલચંદભાઈ, માતુશ્રીનું નામ શ્રીમતી ખુશીબાઈ. વિ. સં. ૧૯૫૬માં એમનો જન્મ. એમનું પોતાનું નામ મૂળચંદભાઈ. એમનાં પત્નીનું નામ મણિબાઈ. એમને બે દીકરા અને એક દીકરી એમ ત્રણ સંતાન.
ત્રીસ વર્ષની યુવાન વયે મૂલચંદનું મન સંસાર ઉપરથી ઊઠી ગયું. સંસાર તરફનો એમનો આ વૈરાગ્ય એવો ઉત્કટ નીવડ્યો કે એથી એમણે પોતે તો વિ. સં. ૧૮૮૭માં દિક્ષા લીધી, પણ પોતાનાં અંગરૂપ સ્વજનો સંસારમાં રાચીને પોતાના આત્માનું અહિત કરી ન બેસે એ માટે પત્ની તથા પુત્રોને ય દીક્ષા અપાવી! એમનાં પત્નીનું નામ સાધ્વી સદ્ગણાશ્રીજી છે. એમના મોટા પુત્ર મોતીલાલનું નામ મુનિ મહોદયસાગરજી હતું. તેઓ કાળધર્મ પામ્યા છે. તેઓના નાના પુત્ર અમૃતલાલ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org