SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ - ૯૧૧ શ્રી આશાપૂર્ણાદેવી આવા પરગજુ અને પુરુષાર્થપરાયણ જીવનમાં ભોગવિલાસને અવકાશ કેવો ? સાવ સહજ રીતે જ એ પરોપકારી સન્નારી આજીવન કૌમારવ્રતધારિણી બની ગયાં ! આ નારીની શક્તિ તો જુઓ : પોતાના સેવાકાર્યને વેગ આપવા એણે આખા અમેરિકાનો પ્રવાસ ખેડ્યો, અંધ અપંગ સૈનિકોમાં આશાનો સંચાર કર્યો. અરે, એ માટે બીજા વિશ્વયુદ્ધ વખતે રણમેદાનનો પ્રવાસ ખેડતાં પણ એને ભય ન લાગ્યો. છ-છ વાર તો વિશ્વનો પ્રવાસ કર્યો ! દુનિયાના મહાન રાજદ્વારી પુરુષો, તત્ત્વચિંતકો અને આગેવાનોનો સંપર્ક એણે કેળવી જાણ્યો હતો. વિશ્વની પરાક્રમી અને પુરુષાર્થી વ્યક્તિઓની નામાવલીને મોખરે શોભે એવું ઓજસ્વી એનું જીવન હતું, શીળું એનું પરાક્રમ હતું અને રચનાત્મક એનો પુરુષાર્થ હતો. આત્માની અનંત શક્તિનો ખ્યાલ આપતી અતિ વિરલ વ્યક્તિઓમાં કુમારી હેલન કેલરનું નામ સદાસ્મરણીય અને આત્મશક્તિના ઉન્મેષના જ્વલંત પ્રતીક સમું બની રહેશે. વાચકમિત્ર, ક્યારેક અવસર મેળવીને આ આત્મવિશ્વાસી પુરુષાર્થી સન્નારીની આત્મકથાના બે ખંડોના ગુજરાતી અનુવાદ (‘અપંગની પ્રતિભા' અને મઝધાર')નું વાચન-મનન કરીને એ ભવ્ય અને દિવ્ય શક્તિને ઓળખવાનો લ્હાવો લેશો તો અંતરમાં આશા અને ઉલ્લાસ પ્રગટ્યા વિના નહીં રહે. (તા. ૧૫-૬-૧૯૯૮) (૨) નારીની સર્જકશક્તિનું આહલાદક દષ્ટાંત શ્રી આશાપૂર્ણાદેવી આપણા દેશની વિશ્વવિખ્યાત પ્રકાશન સંસ્થા ભારતીય જ્ઞાનપીઠે સ્થાપેલો એક લાખ રૂપિયાનો “જ્ઞાનપીઠ સાહિત્યિક પુરસ્કાર મેળવવો એ શબ્દના સર્જકની કલાને સર્વમાન્ય બનાવે તેવું વિરલ બહુમાન લેખાય છે. આપણા દેશની રાજ્યમાન્ય સોળ ભાષાઓમાં, અમુક સમયમર્યાદામાં રચાયેલી લલિતવાડ્મયની (નવલકથા, નવલિકા, કવિતા, નાટક જેવી) કૃતિઓમાંથી જે કૃતિની શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી કરવામાં આવે છે, તે કૃતિના લેખકને એક લાખ રૂપિયા જેટલી મોટી રકમનો આ પુરસ્કાર, જાહેર સમારોહ યોજીને, દર વર્ષે અર્પણ કરવામાં આવે છે. “નોબેલ સાહિત્યિક પુરસ્કાર'ની જેમ આ પુરસ્કારે ભારતીય લલિતવાડુમયમાં ઘણું આદરભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy