SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૯ શ્રી મણિલાલ બાલાભાઈ નાણાવટી તેમ છતાં બધાનાં બદલામાં મેણાં, ટોણાં ને આક્ષેપો સહન કરવો પડે છે. એટલે ઉપર જણાવેલા બધા ગુણો માણસમાં હોય પણ આ છેલ્લો ગુણ જ ન હોય તો તે સેવાના પંથ પર ટકી શકતો નથી. શ્રી મોતીચંદભાઈ આટલાં વર્ષ સુધી એકધારી સેવા કરી શક્યા તેનું ખરું કારણ તેમની અજબ સહનશીલતા છે...” શ્રી મણિભાઈએ શ્રી મોતીચંદભાઈને બિરદાવતાં ઉપર જે કહ્યું છે તે તેઓને પણ વિના અતિશયોક્તિએ લાગુ પડી શકે એમ છે. જૈન સમાજને ક્રાંતિકારી માર્ગદર્શન આપવામાં જૈનાચાર્યો મોટે ભાગે કેટલા પાછળ રહ્યા, છતાં આ યુગમાં ત્રણ આચાર્યોએ આ દિશામાં કેવો આવકારપાત્ર પ્રયાસ કર્યો એ અંગે તા. ૨૭-૧૨-૧૯૪૧ના રોજ, મુંબઈમાં ઉજવાયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના રજત-મહોત્સવના પ્રમુખપદેથી આપેલ પ્રવચનમાં શ્રી મણિભાઈએ પોતાના મનની છાપ સ્પષ્ટ છતાં મુદ્દાસર શબ્દોમાં રજૂ કરતાં કહ્યું હતું – “આ ક્રાંતિયુગમાં જૈનાચાર્યો પાછળ પડ્યા હોય તેમ જણાય છે; તેઓએ અંગ્રેજી ભાષાનો તથા પશ્ચિમના વિજ્ઞાનનો પ્રામાણિક અભ્યાસ કરી સમાજને દોરવણી આપવાની જરૂર હતી. પરંતુ તેઓ એ દિશામાં ઉદાસીન જ રહ્યા. માત્ર ત્રણ વ્યક્તિઓએ એ દિશામાં પ્રયાસ કર્યો : પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજ, પૂજ્યપાદ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્યપાદ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ.” આટલા ટૂંકા નિરૂપણ ઉપરથી પણ શ્રી મણિભાઈ જૈન સમાજની વર્તમાન સ્થિતિથી કેટલા પરિચિત હતા અને સમાજની પ્રગતિ માટેના એમના વિચાર કેટલા સ્પષ્ટ હતા તેનો ખ્યાલ મળી રહે છે. એ જ પ્રવચનમાં, આજથી પચીસ વર્ષ પહેલાં, તેઓએ જૈન ગૃહસ્થોને અને સાધુ-મહારાજોને ઉદ્દેશીને નજીવા ઝઘડાઓથી દૂર રહેવા અંગે, તેમ જ કેળવણી, જ્ઞાનના પ્રચાર તથા જ્ઞાનની ઉપાસના અંગે જે ઉપયોગી સૂચન કર્યું હતું તે અત્યારે પણ ઉપયોગી થઈ શકે એવું છે. રચનાત્મક કાર્ય પ્રત્યેની આવી ઉત્કટ હતી શ્રી મણિભાઈની ચાહના, અને એ માટેની આવી સુસ્પષ્ટ હતી એમની દૃષ્ટિ. આવા યશસ્વી, મહામના મહાનુભાવ ૯૧ વર્ષ જેટલું સુદીર્ઘ જીવન શાંતિ, સ્વસ્થતા અને અપ્રમત્તતાપૂર્વક જીવીને અને શાશ્વત શાંતિના પૂર્ણ અધિકારી બનીને પરલોક સંચરતા હોય ત્યારે શોક ન કરતાં એમના અમૃતમય જીવનમાંથી પ્રેરણાનું પાન કરીને ખાલી પડેલ એક પુણ્યસ્થાનની પૂર્તિ કરવાનો પ્રયત્ન કરવાની પ્રતિજ્ઞા જ લેવાની હોય. (તા. ૧૨-૮-૧૯૯૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy