________________
પંડિત રાહુલ સાંકૃત્યાયન
૧૦૯ આ વિકાસશીલ માનસને લીધે જ એમણે પરંપરાગત બ્રાહ્મણધર્મનો ત્યાગ કરીને સને ૧૯૧૫માં આર્યસમાજનો સ્વીકાર કર્યો હતો, અને દેશ બહારની આરબ, ઇસ્લામ વગેરે સંસ્કૃતિના અભ્યાસ તરફ તેઓ આકર્ષાયા હતા. એમને વિશ્વની વિવિધ ભાષાઓને જાણવાની લગની પણ લાગી હતી.
૧૯૨૯માં તેઓ લંકામાં વિદ્યાલંકાર યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે જોડાયા. એ વખતે એમને બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા બૌદ્ધ ધર્મ અને બૌદ્ધ સાહિત્યનો નિકટનો પરિચય થયો ; અને વિદ્યાની ઉપાસનામાં તો એમને ક્યારેય વાડાબંધી નડતી જ ન હતી. લંકામાં એમણે પાલી ભાષાનો અભ્યાસ કર્યો અને પાલી ત્રિપિટકોનો અભ્યાસ પૂરો કરીને તેઓએ ‘ત્રિપિટકાચાર્ય'ની પદવી પ્રાપ્ત કરી લીધી. પણ આ અભ્યાસની સાથે-સાથે ભગવાન બુદ્ધની વહુનનહિતાય, વડુંગનેસુબ્રાયની લોકકલ્યાણની ભાવનાએ એમના પર કામણ કર્યું; અને એમણે સને ૧૯૩૦માં બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. કેદારનાથ પાંડચેનો “રાહુલ સાંકૃત્યાયન' નામે નવો અવતાર થયો. પછી તો એમને બૌદ્ધ સાહિત્યના અધ્યયન અને ઉદ્ધારની એવી લગની લાગી કે ન પૂછો વાત.
ભારતીય સાહિત્યના તેમ જ બૌદ્ધ સાહિત્યના ભારતમાં અપ્રાપ્ય બની ગયેલા સંખ્યાબંધ સંસ્કૃત વગેરે ભાષાના ગ્રંથો તિબેટના બૌદ્ધ મઠોમાં સચવાઈ રહ્યા છે. એ ગ્રંથો કે એની નકલો ભારતમાં લાવવાની રાહુલજીને જાણે ઘેલછા લાગી. આ માટે અપાર કષ્ટો સહન કરીને અને બૌદ્ધ ભિક્ષુ બનીને એમણે ત્રણ-ત્રણ વાર તિબેટની મુસાફરી કરી, તિબેટની ભાષાનો અભ્યાસ કર્યો અને ઊંઘ અને આરામ તજીને સંખ્યાબંધ ગ્રંથોની જાતે નકલો કરી.
આ બધી જહેમતને પરિણામે તેઓ ૮૧ ખચ્ચરો ઉપર લાદીને છ હજાર જેટલાં પાલી કે તિબેટન ભાષાના ગ્રંથો કે એ ગ્રંથોના ઝાયલોગ્રાફ (ફોટાઓ) તિબેટમાંથી ભારત લઈ આવ્યા. ઉપરાંત મુખ્યત્વે બૌદ્ધ વિદ્વાનોએ રચેલ, સંસ્કૃત ભાષાના, તિબેટમાં સચવાઈ રહેલ સો ઉપરાંત ગ્રંથોના ફોટાઓ પણ તેઓ ભારતમાં લેતા આવ્યા હતા.
એક વાર આવી સામગ્રી તિબેટથી ભારતમાં ખચ્ચરો ઉપર લાદીને લઈ આવતાં અમુક ખચ્ચરો પાણીમાં ડૂબી ગયાં, અને સંખ્યાબંધ ગ્રંથોની પોતાના હાથે નકલો કરવાની મહેનત એળે ગઈ ! પણ હિંમત હારે કે આશા ખુએ, એ બીજા ! રાહુલજીએ ફરી પુરુષાર્થ કરીને એ કામ પૂરું કર્યું ત્યારે જ એમને જંપ વળ્યો !
આ રીતે તિબેટમાં સચવાયેલ ભારતીય સંસ્કૃત સાહિત્ય તેમ જ બૌદ્ધ પાલી સાહિત્યને ભારતમાં પાછું લાવવાનો રાહુલજીનો આ પ્રયત્ન મહાન ચીની યાત્રી સૂએનત્સાની યાદ આપે એવો છે. ભારતના વીસમી સદીના હ્યુએનત્સા તરીકે રાહુલજીની આ સેવાઓ સૈકાઓ સુધી યાદગાર અને ઉપકારક બની રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org