SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેઘજીભાઈ પેથરાજ શાહ ૪૨૧ “હવે હું ધંધાકીય બધી પ્રવૃત્તિઓમાંથી સદંતર નિવૃત્ત થઈ ગયેલ છું. માટે કોઈ વેપારમાં રસ નથી, તેમ કોઈ જગ્યાએથી અંગત આવક નથી, અને મારી બાકીની જિંદગીમાં કોઈ વ્યાપારિક પ્રવૃત્તિમાં નહીં જોડાવાનો મેં નિર્ણય કર્યો છે. લોકોપયોગી સેવાકાર્યમાં મારી શક્તિ મુજબ તન-મન-ધનથી ફાળો આપીને બાકીની જિંદગી વિતાવવાની મારી જિજ્ઞાસા છે.” શ્રી મેઘજીભાઈના અંતરમાંથી નીકળેલા આ ઉદ્ગારો એમના દાનવીરતાના શિખર ઉપર સુવર્ણકળશ ચઢાવે એવા છે. શ્રી મેઘજીભાઈનું આ વિરલ ઉદાહરણ અનેક શ્રીમંતો અને સેવાવાંછુઓ માટે પ્રેરણારૂપ બની રહેશે એમાં શક નથી. (તા. ૩૦-૪-૧૯૫૫) શ્રી મેઘજીભાઈને જાણે પોતાના જીવનના છેડાનાં એંધાણ પણ કળાઈ ગયાં હતાં ! તેઓ સાઠમે વરસે મિત્રોને મરણની, દેખીતી રીતે ખૂબ અપ્રીતિકર વાત, સ્વસ્થતાથી અને હસતાં-હસતાં કરી શકતાં. છેલ્લે-છેલ્લે તો જાણે પોતાનો સમય પામી ગયા હોય અને જતાં-જતાં પોતાની સંપત્તિને જનતા-જનાર્દનની સેવામાં વધુ કૃતાર્થ કરી જવા માગતા હોય તેમ તેઓએ લંડનથી પોતાના એક મિત્રને લખ્યું હતું “મારી ઉંમર સાઠ વર્ષની થઈ છે. હવે વધારે સમય બાકી રહ્યો નથી. હું તમને આશરે રૂ. એક કરોડ જુદી-જુદી સંસ્થાઓ માટે વાપરવાની છૂટ આપું છું.” અને આ ભાવના ભાવતાં જ તેઓ દસેક દિવસની લો બ્લડપ્રેશરની બીમારીમાં તા. ૩૦-૭-૧૯૬૪ને રોજ લંડનમાં સ્વર્ગવાસી બની ગયા ! -- શ્રી વેપાર-ઉદ્યોગનું જબ્બર સાહસ અને જનસેવા માટે જંગી સખાવત મેઘજીભાઈના યશસ્વી જીવનનો આ સરવાળો છે. આ સાહસવૃત્તિ અને આ સખાવતી મનોવૃત્તિના બે છેડા વચ્ચે કંઈ-કંઈ સવૃત્તિઓ અને શક્તિઓની હારમાળા રચાઈ ગઈ હતી. એના લીધે શ્રી મેઘજીભાઈની કારકિર્દી ખૂબ શોભાયમાન, ઉજ્વળ અને અનુકરણીય બની રહી હતી; એમનું સમગ્ર જીવન કર્મયોગનો એક દાખલો બની ગયું હતું. આપ-સમાન બળ નહીં, સૂઝ-સમાન શક્તિ નહીં; પોતાની જાત ઉપર પૂર્ણ વિશ્વાસ રાખવો, શ્રમ ક૨વામાં ક્યારેય પાછા પડવું નહીં, એશઆરામના સુંવાળા માર્ગે જવું નહીં અને પોતાની સૂઝ અને સમજણ પ્રમાણે આગળ વધતા રહેવું એ જ શ્રી મેઘજીભાઈની વિરલ સફળતાની ચાવી હતી. પુરુષાર્થે કામ કરી બતાવ્યું અને પ્રારબ્ધ યારી આપી ! 1 સાદું જીવન અને ઊંચા વિચારો – શ્રી મેધજીભાઈના આંતરજીવનનો આ સરવાળો હતો; એના લીધે એમના જીવનમાં સંખ્યાબંધ સદ્ગુણોનો વિકાસ થયો હતો. સંપત્તિનો કૅફ ક્યારેય એમને ચડ્યો ન હતો, મોટાઈનું મિથ્યાભિમાન એમને સતાવી શકતું ન હતું, કે ભોગ-વિલાસની વૃત્તિ એમના ચિત્તનો કબજો લઈ શકતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy