________________
શ્રીયુત જવાહરલાલજી નાહટા
૫૩૩
“હું જોઉં છું કે સમાજમાં અભિનંદનની જે પરિપાટી પ્રચલિત છે, તે સમગ્ર કર્તવ્યમાર્ગને કાંટાળો બનાવી રહી છે. સમાજસેવકોનું અભિનંદન થાય એ જેમ પ્રશંસનીય છે, તેમ એ કર્તવ્યભાવનાને પરિપુષ્ટ કરવામાં કંઈક બાધક પણ છે. જ્યાં મારા અભિનંદનના પ્રશ્નને લાગેવળગે છે ત્યાં હું નિ:સંકોચપણે એટલું કહી શકું છું કે હું આ અભિનંદનને યોગ્ય નથી. હું મને પોતાને સમાજનો એક વિનમ્ર સેવક માનું છું, અને સમાજસેવા, ધર્મસેવા અને દેશસેવા ક૨વી એ મારું નૈતિક કર્તવ્ય માનું છું. વળી કર્તવ્યપાલનની દૃષ્ટિએ મારાથી જે કંઈ થઈ શક્યું છે તે ઘણું જ ઓછું થઈ શક્યું છે. કર્તવ્યનું પાલન કરતી વેળાએ મારાથી જે ભૂલો થતી રહી છે એને માટે હું અભિનંદનને બદલે ક્ષમાને જ પાત્ર છું.
“શ્રી શાંતિભાઈએ બીજી વાત થેલીની લખી છે તે આ દૃષ્ટિએ હાસ્યાસ્પદ જ લાગે છે. જો થેલી સામાજિક કાર્યને માટે સમર્પિત ક૨વાની હોય, તો તે કૉન્ફ૨ન્સ જેવી સાર્વજનિક પ્રતિનિધિ-સંસ્થાને અર્પિત કરી શકાય; મને નહીં. હું તો મારી જાતને આપવાની જ અધિકારી સમજું છું, લેવાની નહીં. તેથી આ વર્ષગાંઠને પ્રસંગે મેં દોઢ લાખ રૂપિયા જેવી ૨કમ ‘સુરાણા-વિશ્વબંધુતા-ટ્રસ્ટ'ને અર્પણ કરવાનો સંકલ્પ કરી જ લીધો છે. સાથોસાથ ઇન્કમટેક્સની ચુકવણી પછી વાર્ષિક બધી આવક પણ હું, પહેલાં જેમ, આપતો જ રહીશ.
“શ્રી શાંતિભાઈ તથા શ્રી ચિમનસિંહજી લોઢાએ આ અભિનંદનની અને થેલી અર્પણ કરવાની જે સામાજિક ચર્ચા કરી છે તે મને ઉચિત નથી લાગી. તેથી આ સ્પષ્ટીકરણ દ્વારા હું બધાં ય સહધર્મી ભાઈ-બહેનોને પ્રાર્થના કરવા ઇચ્છું છું કે એમનો મારા પ્રત્યે જે સ્નેહભાવ અને સ્વધર્મીવાત્સલ્ય છે તે હમેશને માટે કાયમ રહે એ જ વાસ્તવિક અભિનંદન છે એમ હું માનું છું. હું સમાજના સ્નેહને પાત્ર બની રહું એ જ મારી હાર્દિક ભાવના છે.
– આનંદરાજ સુરાણા” (દિલ્લીથી પ્રગટ થતા હિંદી ‘જૈનપ્રકાશ’ના તા. ૧-૧૦-૧૯૬૬ના અંકમાંથી અનુવાદિત) (તા. ૧૫-૧૦-૧૯૬૬)
(૫) જૈનશાસનના જાગૃત પ્રહરી શ્રીયુત જવાહરલાલજી નાહટા
શ્રીયુત જવાહ૨લાલજી નાહટાનો તા. ૨૧-૧૦-૧૯૬૧ના રોજ જયપુરમાં, ૭૭ વર્ષની વયે સ્વર્ગવાસ થતાં એક પ્રૌઢ સમાજસેવક આપણે ગુમાવ્યા છે.
જૈનધર્મ અને જૈન સાહિત્યનો પ્રચાર થાય, જૈનસંઘમાં શક્તિશાળી વિદ્વાનો તૈયાર થાય અને જૈન સંસ્કૃતિના કોઈ પણ અંગની ટીકા કરનારને સચોટ જવાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org