________________
પ૩૨
અમૃત-સમીપે આ વાત સુરાણાજીના જાણવવામાં આવતાં પોતાનું અભિનંદન કરવાની આવી હિલચાલ પ્રત્યે પોતાની નાખુશી વ્યક્ત કરતું એક વિનમ્ર નિવેદન તાજેતરમાં એમણે પ્રગટ કર્યું છે. આ નિવેદન ખૂબ આલાદ ઉપજાવે એવું અને નિવેદન કરનાર પ્રત્યે વિશેષ આદર જન્માવે એવું ભવ્ય હોવાથી સૌએ વાંચવા-વિચારવા-મનન કરવા જેવું છે; તેથી તે આખું નિવેદન આ સાથે અમે પ્રગટ કરીએ છીએ. એ નિવેદન વાંચતાં ચિત્તમાં એક પ્રકારનો સંતોષ થાય છે, કે આ યુગમાં પણ પોતાની શ્લાઘાથી અળગા રહેવામાં આનંદ માનનારા વિરલ પુરુષો છે ખરા !
પંચોતેરમા વર્ષના મંગળ-પ્રવેશ સમયે અમે સુરાણાજીને હાર્દિક અભિનંદન આપી એમની વિવિધલક્ષી સેવાઓને અંતરથી વંદીએ છીએ અને તંદુરસ્તીભર્યા દીર્ઘજીવનની શુભેચ્છા પાઠવીએ છીએ. ખરી રીતે તો સુરાણાજીનું જીવન અને કાર્ય પોતે જ મંગલમય અને અભિનંદનરૂપ છે. આવું વિચારપ્રેરક, બીજાઓને માટે માર્ગદર્શક નિવેદન કરીને શ્રી સુરાણાજી સૌ-કોઈનાં વિશેષ અભિનંદન અને ધન્યવાદનાં અધિકારી બન્યા છે.
આજે જ્યારે ચોમેર અભિનંદનપ્રિયતા, કીર્તિની લાલસા અને ઉત્સવમહોત્સવની ઘેલછા માઝા મૂકતી દેખાય છે, ત્યારે તો આવું આત્મલક્ષી નિવેદન વિશેષ આવકારપાત્ર બની રહે છે. એ નિવેદનમાં ધબકતી ઉમદા ભાવના આપણને નિષ્ઠાભરી નિઃસ્વાર્થ સેવાના માર્ગે પ્રેરનારી બનો એવી અંતરની પ્રાર્થના.
શ્રી આનંદરાજજી સુરાણાનું મનનીય નિવેદન
(સ્નેહભાવ અને સ્વધર્મીવાત્સલ્ય એ જ વાસ્તવિક અભિનંદન છે.)
મારી ૭૫મી વર્ષગાંઠના અવસરે અભિનંદન-ગ્રંથ અને થેલી અર્પણ કરવા અંગે મારા સહૃદય બંધુ શ્રી શાંતિભાઈએ સ્નેહથી પ્રેરાઈને એક વિજ્ઞપ્તિ “જૈનપ્રકાશ'માં પ્રગટ કરી છે. એ વિજ્ઞપ્તિ તથા “ઝલકમાં પ્રગટ થયેલ શ્રી ચિમનસિંહજી લોઢાની સંપાદકીય નોંધ પણ મેં વાંચી છે.
આ બન્ને ભાઈઓએ જે કંઈ લખ્યું છે તે એમના મારા પ્રત્યેના સ્નેહનું સૂચક છે. પરંતુ જ્યારે હું મારા આંતર જીવનનું નિરીક્ષણ કરું છું, ત્યારે મને સ્પષ્ટ લાગે છે કે હું કેટલો અપૂર્ણ છું; અને મારી પોતાની જાતે “નો સમ કૌન દિન ઐન મમી' એ કાવ્યપંક્તિમાં વર્ણવેલ અવગુણોથી ભરેલી જોઉં છું. અને હું જે કંઈ દેશસેવા, સમાજસેવા કે ધર્મસેવા કરી રહ્યો છું તે કેવળ કર્તવ્યભાવનાથી પ્રેરાઈને જ કરી રહ્યો છું; આમાં અભિનંદનની શી જરૂર છે ? કર્તવ્યપાલન એ જ શું ઓછું અભિનંદનીય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org