SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદરાજ સુરાણા પ૩૧ વળી એમનું મન કેવળ સ્થાનકવાસી ધર્મ કે સમાજ પૂરતું મર્યાદિત ન રહેતાં વ્યાપક જૈનધર્મ અને જૈન સમાજ પ્રત્યે મમતા ધરાવે છે. જૈનધર્મનું વાજબી વર્ચસ્વ સ્થપાય અન જૈનસંઘનું બળ વધે એ માટે હંમેશાં તેઓ બધા જૈન ફિરકાઓની એકતાની ઝંખીને એ માટે શક્તિ અને સૂઝ પ્રમાણે મથતા પણ રહે છે. બને તેટલો સૌની સાથે સ્નેહ રાખવો, અને કડવાશ તો કોઈની વહોરવી નહીં – એવું ઉમદા એમનું દિલ છે. આનંદરાજજી આનંદનું સરોવર છે. વળી, ધર્મ અને સમાજની જેમ દેશસેવા માટે પણ તેઓ સદા તત્પર રહે છે. પોતાની દેશ-ભક્તિ અને રાષ્ટ્રપ્રીતિને કારણે તો તેઓ આપણા મોટામાં મોટા રાષ્ટ્રનેતા જવાહરલાલ નેહરૂ જેવાના પ્રીતિપાત્ર બની શક્યા હતા. એમનાં દ્વાર બધા ય દેશનેતાને માટે સદા ય ખુલ્લાં હોય છે. એક સ્વતંત્રતા માટેની રાષ્ટ્રીય અહિંસક લડતથી લઈને તે આજ લગી તેઓ રાષ્ટ્રઉત્થાનના કાર્યમાં પોતાનો યથાશક્તિ ફાળો આપતા રહ્યા છે. ખાલી સારી-સારી વાતો કે મોટા-મોટા વિચારો કરીને સંતુષ્ટ થવું, એ શ્રી સુરાણાજીના સ્વભાવમાં જ નથી. વિચારોને અનુરૂપ કંઈક ને કંઈક પણ નક્કર કામ કરવામાં આવે તો જ એમના મનને નિરાંત વળે છે. એક કામ કરવાનું નક્કી કર્યું કે કોઈ કામની જવાબદારી માથે લીધી, પછી તો જાણે સુરાણાજીને એનું ઘેલું જ લાગે છે. નવી દિલ્લી જેવા કેન્દ્રવર્તી સ્થાનમાં બહુ જ મોકાસરની જગા મેળવીને ત્યાં “જેનભવન' ઊભું કરવું એ કંઈ નાનીસૂની વાત ન હતી; પણ સુરાણાજી રાત-દિવસ એક કરીને એ કામની પાછળ એવા લાગ્યા કે એ કામ અણધારી ઝડપ અને સફળતાપૂર્વક પૂરું થયું અને હજી પણ એનો ઉત્તરોત્તર વિકાસ થઈ જ રહ્યો છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આ જૈનભવન અમુક કે બધા ફિરકાના જેના માટે જ નહિ, પણ બધા ય શાકાહારીઓ માટે એ ખુલ્લું રાખવામાં આવ્યું છે – ભલે જૈનભવન મોટે ભાગે સ્થાનકવાસી શ્રીમાનોની સહાયતાથી જ ઊભું થયું હોય. આ શ્રી સુરાણાજીની ઉદારતા, દીર્ધદષ્ટિ અને અહિંસાપ્રીતિનું જ પરિણામ છે. જૈનભવન સુરાણાજીની સેવાપરાયણ કારકિર્દીનું કીર્તિમંદિર બની રહ્યું છે. આવા સેવાઘેલા, સખીદિલ સુરાણાજી આ આસો મહિનામાં ૭૫મા વર્ષમાં પ્રવેશ કરે છે. એ આનંદજનક પ્રસંગ નિમિત્તે, શ્રી સુરાણાજીના વિશાળ સ્નેહીમિત્ર-પ્રશંસક-વર્ગને, એમની સુદીર્ઘકાલીન, નિષ્ઠાભરી, અનેકવિધ સેવાઓનું એમનું બહુમાન કરવાના મનોરથો થાય એ સ્વાભાવિક છે. તેથી ગત ઑગસ્ટ માસમાં સુરાણા-અભિનંદન-સમિતિની રચના કરીને, શ્રી સુરાણાજીને અભિનંદનગ્રંથ તથા ૭પ હજાર રૂપિયાની થેલી અર્પણ કરવાનું ઠરાવવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy