________________
પ૩૭
શ્રી મણિલાલ બાલાભાઈ નાણાવટી
એ જ રીતે શ્રી મણિભાઈની ધાર્મિકતા ગુણવત્તાની પૂજક સાચી ધાર્મિકતા હતી; ચિત્તશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિની ઉપેક્ષા કરીને માત્ર આડંબરભર્યા વિધિવિધાનો અને બાહ્ય ક્રિયાકાંડોમાં રાચતી ધાર્મિકતા એમને ખપતી ન હતી. તેમની વિચારસરણી અને જીવનપદ્ધતિ હમેશાં પ્રગતિશીલ અને ઊર્ધ્વગામી હતી. નઠારાં કે નકામાં વિચારો, વાતો, કાર્યોથી હમેશાં દૂર રહેતા.
સત્તાનાં ઘણાં ઊંચા આસને તેઓ પહોંચી શક્યા હતા, અને સંપત્તિ પણ એમને કંઈ ઓછી મળી ન હતી. છતાં સત્તા કે સંપત્તિ માટેની દીનતા, ઝંખના કે આસક્તિથી તેઓ સર્વથા અળગા રહી શક્યા હતા એ એમની વિરલ વિશેષતા હતી. ઊલટું, સત્તા અને સંપત્તિ સામે ચાલીને કર્મયોગી જેવા આ પુરુષાર્થી પુરુષની પાસે આવી હતી ! કોઈની લાગવગ નહીં, કોઈની ખુશામત નહીં, કોઈ જાતના કાવાદાવા નહીં; કેવળ આપબળે અને ભાગ્યબળે જ શ્રી મણિભાઈ આવો ઉત્કર્ષ સાધી શક્યા હતા.
અખૂટ કાર્યશક્તિ, તેજસ્વી કાર્યસૂઝ અને સુદઢ કાર્યનિષ્ઠા એ શ્રી મણિભાઈની સફળતાની ગુરુચાવી હતી. આ શક્તિઓને બળે તેઓના ઉપર નાની-મોટી જે કંઈ જવાબદારીઓ આવી, તે એમણે પૂરી સફળતાપૂર્વક અદા કરી હતી – ભલે પછી એ જવાબદારી વડોદરા રાજ્યના ન્યાયખાતાની હોય, નાયબ દિવાનપદની હોય કે ભારત સરકારના રિઝર્વ બેંકના નાયબ ગવર્નરપદની હોય. એક-એક જવાબદારી એમના જીવન ઉપર એક-એક વધુ યશકલગી ચડાવતી રહી છે. અને નિરાશા કે નિષ્ફળતા એમને ક્યારેય અનુભવવી પડી નથી.
આટલી બધી સત્તા અને સંપત્તિ હોવા છતાં શ્રી મણિભાઈ પોતાના જીવનને પવિત્ર અને નિર્મળ રાખી શક્યા હતા. આ વિશેષતા એમના જીવનમાં સધાયેલ સાચી ધાર્મિકતા, સંસ્કારિતા અને યોગ-અધ્યાત્મ-પ્રિયતાના ત્રિવેણી-સંગમની સૂચક હતી. “સાદું જીવન અને ઉચ્ચ વિચારનો આદર્શ એમના જીવનમાં સાકાર બન્યો હતો.
નામનાની કામના એમને ક્યારેય લોભાવી કે સતાવી શકી ન હતી. કામ ખાતર જ કામ એ એમનું જીવનવ્રત હતું. વળી દરેક કાર્ય કે વિષયના ઊંડામાં ઊંડા મર્મને શોધવાની વ્યાપક અને મર્મસ્પર્શી અભ્યાસશીલતા, અપાર ચીવટ અને અખૂટ ધીરજ એમના જીવનમાં સહજ રીતે વણાઈ ગઈ હતી.
શ્રી મણિભાઈએ જે-જે ક્ષેત્રમાં કામ કર્યું તે બધાં ય ક્ષેત્રોમાં એમની કાર્યવાહી દાખલારૂપ બની રહે એવી હતી; અને કેટલાંક ક્ષેત્રોની કાર્યવાહી તો એ ક્ષેત્રના ઇતિહાસમાં તેમ જ શ્રી મણિભાઈના જીવનમાં સિદ્ધિના એક સીમાચિહ્નરૂપ બની રહે એવી હતી; દાખલા તરીકે ગ્રામ સુધારણા માટે તેઓએ કરેલ આયોજન, રિઝર્વબેંકમાં ખેતીના ધીરાણ માટેની જોગવાઈ, “ભારતીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org