________________
અમૃત-સમીપે
તેઓએ સાળાનું શિક્ષણ ભલે ઓછું લીધું હતું, પણ કોઈ પણ કાર્યની ગણતરી કરવાની અને એના પરિણામને પામી જવાની એમની બુદ્ધિશક્તિ અદ્ભુત હતી. આવી અનેક શક્તિઓ, ગુણસમૃદ્ધિ અને દીર્ઘદૃષ્ટિરૂપે જેના ઉપર પરમાત્માની સતત કૃપા વરસતી રહી હોય એ પોતે હાથ ધરેલ દરેક કાર્યમાં ધારી સફળતા મેળવે એમાં શી નવાઈ ? ભલે પછી એ કામ ઉદ્યોગોના સંચાલનનું હોય, જનસેવાનું, ધર્મપ્રભાવનાનું, સમાજના ઉત્કર્ષનું કે દેશભક્તિનું !
૪૪૨
શ્રી ભોગીભાઈનું આખું જીવન એકંદરે અનેક સફળતાઓની પરંપરાથી વધારે ગૌરવશાળી, શોભાયમાન અને પ્રે૨ક બન્યું હતું. જે કામ હાથમાં લીધું એમાં પૂરી એકાગ્રતાથી તન્મય બની જવું અને એ માટે પ્રયત્ન કરવામાં રજમાત્ર પણ કચાશ ન રહેવા પામે એની પૂરી સાવચેતી રાખવી એ એમની સફળ અને યશસ્વી કારકિર્દીની ગુરુચાવી હતી એમ સમજાય છે. અને છતાં તેઓ પોતાને મળેલી આવી અસાધારણ સફળતાનો સંપૂર્ણ યશ પોતા ઉપર વરસતી રહેલી ઈશ્વરકૃપાને જ આપતા. તેઓ અમુઅમુક પ્રસંગે અમુક-અમુક કાર્યને માટે પોતાના અંતરમાં જાગતી રહેલી અંતઃપ્રેરણાની વાત પણ કરતા.
શ્રી ભોગીભાઈની રાજ્યમાન્ય અને પ્રજામાન્ય વ્યક્તિ તરીકેની કારકિર્દીનો વિચાર કરીએ છીએ ત્યારે તેના પાયા તરીકે એક શીલસંપન્ન અને આદર્શ મહાજન તરીકે એમનું વ્યક્તિત્વ હોવાનું સમજાય છે. સાચા મહાજન ન કેવળ મક્કમ હોય કે ન કેવળ ઢીલા હોય, ન કેવળ કૃપણ હોય કે ન કેવળ ઉદાર હોય, ન રાજ્યના શાસકોની ખુશામત કરનારા હોય કે ન એની સાથે વેરભાવ કેળવનારા હોય; એ તો જ્યારે જે ગુણ કાર્યથી લોકકલ્યાણને પ્રોત્સાહન મળી શકે એમ હોય એ રીતે કામ કરવાની આવડત ધરાવતા હોય. એમનું જીવન સાદું, સંયમી અને પરગજુ હોય. જનસમૂહ કે અન્ય પશુસૃષ્ટિ ઉપર જ્યારે પણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ આવી પડે ત્યારે કરુણાવૃત્તિ અને કર્તવ્યબુદ્ધિથી પોતે જ રાહતના કાર્યમાં પરોવાઈ જાય અને બીજાઓને પોતાના દાખલાથી જ એ માર્ગે ચાલવાની પ્રેરણા આપે. પોતાના ધર્મ ઉપર ઊંડી આસ્થા રાખવા છતાં એ ક્યારેય બીજાના ધર્મ પ્રત્યે અવગણનાની વૃત્તિ ન દાખવે. આવાં-આવાં અનેક ગુણો અને કાર્યોને લીધે શ્રી ભોગીભાઈ એક આદર્શ મહાજન બની ગયા હતા.
બીજા વિશ્વયુદ્ધ વખતે તથા દુષ્કાળ વખતે ભાવનગર-રાજ્યની જનતાને વેઠવા પડનાર અન્નના ભાવવધારાનો વિચાર કરીને, એની સામે પાણી પહેલાં પાળ બાંધવા રૂપે, રાજ્યમાં અન્નભંડારો ભરાવવાની દીર્ઘદૃષ્ટિ અને અગમચેતી દાખવીને અને એ કાર્યમાં રાજ્ય ને પ્રજાનો સાથ મેળવીને શ્રી ભોગીભાઈએ જે પરગજુવૃત્તિ અને કરુણાષ્ટિ દાખવી હતી તે દાખલારૂપ બની રહે એમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org