SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ અમૃત-સમીપે કચ્છની ધરતીના સપૂત અસંખ્ય મહાજનોની જેમ શ્રી જીવરાજભાઈ પણ એક વેપારી જ હતા. કચ્છની ધરતીની સરળતા અને સાહસિકતા એમના રોમેરોમમાં ધબકતી હતી. એક બાહોશ અને સફળ શાહસોદાગર બની શકે એવું એમનું ખમીર અને તેજ હતું. પણ એમનું ભાગ્યવિધાન જ જનસેવાનું હતું; એટલે અર્થોપાર્જન એમને મન દિવસે-દિવસે ગૌણ બનતું ગયું અને જનસેવાના પવિત્ર વ્યવસાયને આગળ વધારવામાં જ તેઓએ પોતાના સર્વ ગુણો અને સર્વ શક્તિઓને કામે લગાડી દીધાં ! એ માટે જ તેઓ જીવ્યા, ઝઝૂમતા રહ્યા અને જનસેવાની ઉત્કટ ઝંખનામાં જ એમનું જીવન સદાને માટે સંકેલાઈ ગયું ! એમની સેવાપ્રવૃત્તિનું મુખ્ય ક્ષેત્ર મુંબઈ નગરપાલિકા હતું. સને ૧૯૫૨ની સાલમાં તેઓ પહેલી વાર મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સભ્ય તરીકે ચૂંટાયા. ત્યારથી જીવનની અંતિમ ઘડી સુધી તેઓ એક ભાવનાશીલ, કાર્યકુશળ, આદર્શ નગરસેવક તરીકે મુંબઈ નગરપાલિકાની અને એની મારફત મુંબઈની વિશાળ જનતાની સેવા કરતા રહ્યા. નાનું-મોટું જે કોઈ કાર્ય પોતાના ઉપર આવી પડે એ કાર્યને પૂરેપૂરું સફળ બનાવવામાં પોતાની સર્વશક્તિને એકાગ્ર કરવી એ એમનો સહજ સ્વભાવ હતો. આથી મુંબઈ નગરપાલિકાના કૉર્પોરેટર તરીકેની એમની કામગીરી ઉત્તરોત્તર વધારે જવાબદારીવાળી બનતી ગઈ; અને જેમ-જેમ જવાબદારીમાં વધારો થતો ગયો, તેમ-તેમ એમની કાર્યશક્તિ વધારે ખીલતી ગઈ અને એમનું હીર વધારે પ્રગટ થતું ગયું. પોતાની આવડત અને નિષ્ઠાના બળે તેઓ નગરપાલિકાના કૉંગ્રેસ પક્ષના ઉપનેતા બની શક્યા હતા, અને મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની જુદી-જુદી કમિટીઓ – જેમ કે સ્થાયી-સમિતિ, ઇમ્પ્રુવમેન્ટ-સમિતિ, વર્ટ્સ-સમિતિ, ‘બેસ્ટ’-સમિતિના અધ્યક્ષ તરીકે તેઓએ ખૂબ ઉપયોગી કામગીરી, અસાધારણ સફળતાપૂર્વક બજાવી હતી. અવસાન-સમયે તેઓ શિક્ષણ-સમિતિના અધ્યક્ષપદે હતા. મુંબઈ નગરપાલિકામાંની એમની એકધારી ૧૭-૧૮ વર્ષની આવી યશસ્વી કામગીરી ઉ૫૨થી એમ વિના સંકોચે કહી શકાય કે તેઓ નગરપાલિકાને મૂંઝવતા દરેક પ્રકારના પ્રશ્નોથી સારી રીતે માહિતગાર હતા; એટલું જ નહીં, એના સફળ ઉકેલ માટે પણ તેઓ ખૂબ નિષ્ણાત બની ગયા હતા. તેઓની આવી સફળતામાં જેમ એમની નિર્ભેળ અને નિઃસ્વાર્થ સેવાભાવના, ઉત્કટ કાર્યનિષ્ઠા અને વિશિષ્ટ કાર્યશક્તિ ઉપરાંત સદા હસમુખી મિલનસાર પ્રકૃતિ અને સંગઠનશક્તિનો પણ ઘણો મોટો ફાળો છે. વ્યવહારશૂન્ય કોરી વિચારસરણીઓમાં રાચવાનું કે એને લીધે બીજાની સાથે વાંઝિયા સંઘર્ષમાં કે વાદ-વિવાદમાં ઊતરવાનું એમને બિલકુલ પસંદ ન હતું. સમય, શક્તિ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy