________________
મુનિશ્રી ગુણભદ્રવિજયજી
૨૪૭ સાચવવાની વૃત્તિ ખરી. એટલે ગણપતભાઈનું સ્થાન પાંચમાં પૂછુયા ઠેકાણા જેવું ગૌરવભર્યું હતું. સંતતિમાં તેઓને ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ. આમ ૩૫-૩૭ વર્ષ જેટલો કિંમતી યૌવનકાળ વ્યવહાર અને વેપારમાં જ વ્યતીત થયો અને ધર્મરુચિનું વરદાન મળવું બાકી જ રહ્યું.
પણ, વસંત આ આંબો મ્હોરી ઊઠે, એમ, ગણપતભાઈની ધર્મભાવનાને પણ જાગી ઊઠવાનો સમય પાકી ગયો હોય એમ વિ. સં. ૨૦૦૩માં તેઓને મુંબઈમાં મુક્તિવિજયજી મહારાજનો સત્સંગ થયો અને ધર્મરુચિનું બીજ વવાયું. એ પછી વિ. સં. ૨૦૦૪ અને ૨૦૦૫માં કચ્છમાં જાણીતા પ્રવચનકાર આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજીના ધર્મોપદેશે એ બીજને વિકસાવવામાં ખાતર-પાણીનું કામ
વિ. સં. ૨૦૦૭માં ગણપતભાઈના નાના ભાઈ વીરજીભાઈએ દીક્ષા લીધી, અને પોતાની વધતી ધર્મરુચિના પ્રતીક રૂપે વિ. સં. ૨૦૧૦માં તેઓએ પોતાના મોટા પુત્રને ઉત્સાહ અને ઉત્સવપૂર્વક દીક્ષા અપાવી. પછી તો, એમને પોતાને પણ વેપાર અને વ્યવહારમાં વધુ વખત રોકાઈ રહેવું એ દુર્લભ માનવદેહને એળે જવા દેવા જેવું વસમું થઈ પડ્યું. એમને એમ પણ થયું કે સંસારનાં જે માયાવી બંધનોમાંથી હું મુક્તિ ઝંખું છું, એમાં મારો પરિવાર ગોંધાઈ રહે એ ઉચિત ન ગણાય. અને, આત્માની વસંત ખીલવાની પુણ્યઘડી આવી પહોંચી હોય એમ, વિ. સં. ૨૦૧૧માં ગણપતભાઈએ પોતાના બાકીના બે પુત્રો, ધર્મપત્ની અને વચેટ પુત્રી સાથે, નાસિકના વણીગામમાં, આ.ભ. શ્રી વિજયપ્રેમસૂરિજીના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી; નામ મુનિ ગુણભદ્રવિજયજી.
દીક્ષા પહેલાં ગણપતભાઈમાં જેમ ધર્મરુચિનો અભાવ હતો, તેમ વિદ્યારુચિનું પણ નામ ન હતું. પણ મોટી ઉંમરે જેમ ધર્મરુચિનું વરદાન મળ્યું, તેમ દીક્ષા લીધા પછી મુનિ ગુણભદ્રવિજયજી વિદ્યારુચિ અને જ્ઞાનોપાસનાનું વિશિષ્ટ વરદાન પણ મેળવવા ભાગ્યશાળી થયા.
દીક્ષા લીધી ત્યારે તો તેઓનું ધાર્મિક જ્ઞાન માત્ર બે પ્રતિક્રમણ પૂરતું જ મર્યાદિત હતું, અને ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરવો એ તો પાકા ઘડે કાંઠા ચડાવવા જેટલું અતિ મુશ્કેલ કાર્ય હતું. પણ પોતાની ધ્યેયનિષ્ઠા, પુરુષાર્થપરાયણતા, જ્ઞાનક્રિયાની ઉપાસના દ્વારા નિર્મળ સંયમયાત્રામાં આગળ વધવાની ઉત્કટ તાલાવેલી, શ્રુતભક્તિ, ધીરજ, એકાગ્રતા અને સતત જાગૃતિના બળે મુનિશ્રીએ મુશ્કેલ કાર્યને સફળ કરી બતાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org