________________
૨૪૬
અમૃત-સમીપે
(૧૦) વયોબંધનવિજેતા જ્ઞાનોપાસક મુનિશ્રી
ગુણભદ્રવિજયજી
સાધક વ્યક્તિને ઓછા લોકો પિછાણે કે વધુ લોકો, એથી કંઈ એની સાધનાની મહત્તા ઓછી કે વધુ થઈ જતી નથી. સાધના તો એક સ્વતંત્ર પ્રક્રિયા છે, અને એનું મૂલ્ય કે મહત્ત્વ પણ આગવું છે. કદાચ એમ જ કહી શકાય, જે સાધના લોકેષણા, જનસંપર્ક, નામના-કીર્તિની ઝંખના અને મોહ-મમતાથી જેટલી વધુ દૂર અને આત્મદોષદર્શનની અંતર્મુખવૃત્તિની જેટલી વધુ સમીપ, એટલી એ સાધના વધુ તેજસ્વી અને ખમીરવંતી બનવાની અને સાધકને એના સાધ્યની સિદ્ધિ તરફ વેગથી દોરી જવાની. આત્મશુદ્ધિના આશક જિજ્ઞાસુઓએ આવા અંતર્મુખ આત્મસાધકોની, ગરજવાનની જેમ, સામે ચાલીને શોધ કરવી પડે છે. વનવગડાનાં ફૂલોની દરકાર છે એ એને શોધતો ત્યાં જઈ પહોંચે છે !
થોડા વખત પહેલાં કાળધર્મ પામેલ આવા જ એક ગુણિયલ મુનિવરનો અહીં ટૂંકો પરિચય આપતાં આનંદ થાય છે.
તેઓનું નામ મુનિશ્રી ગુણભદ્રવિજયજી ધર્મવત્સલ આચાર્ય મહારાજશ્રી સ્વ. વિજયપ્રેમસૂરિજીના આત્મલક્ષી શિષ્ય. સ્વ. મુનિવર્યશ્રી પદ્મવિજયજી મહારાજના શિષ્ય તરીકે પિસ્તાલીસ વર્ષની પાકટ ઉંમરે તેઓએ દીક્ષા લીધી અને સોળ વર્ષનો દીક્ષા પર્યાય પાળી તેઓ સ્વર્ગવાસી થયા. આટલી મોટી ઉંમરે દીક્ષા લીધા છતાં, આ સોળ વર્ષ દરમ્યાન, તેઓએ જે શાસ્ત્રાભ્યાસ કર્યો અને એના તથા નિર્મળ સંયમપાલનના બળે તેઓએ પોતાની સાધનાને જે રીતે યશોર્પોલ કરી બતાવી એ ખરેખર અન્ય સાધકોને માટે પ્રેરક કે માર્ગદર્શક બની રહે એવી સમૃદ્ધ છે.
એ સાધક મુનિવરના જીવનનું અને એમની સાધનાનું થોડું દર્શન કરીએ.
કચ્છમાં ભુજપુર ગામ તેઓનું વતન. પિતાનું નામ મોણસીભાઈ, માતાનું નામ ભાણીબાઈ, જ્ઞાતિ વિસા ઓસવાળ. વિ. સં. ૧૯૬૦માં તેઓનો જન્મ. નામ ગણપતભાઈ. વ્યવસાય માટે કુટુંબ મુંબઈમાં જઈ વસેલું. સ્થિતિ સામાન્ય.
ગણપતભાઈએ મુંબઈમાં અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો એટલામાં વિ. સં. ૧૯૮૨માં પિતાની હુંફ હરાઈ ગઈ, અને ૧૫-૧૬ વર્ષની ઉંમરે અનાજનો વેપાર અને મોટા કુટુંબનો વ્યવહાર સાચવવાની જવાબદારી ગણપતભાઈને માથે આવી પડી. આ જ અરસામાં કુંવરબાઈ સાથે એમનાં લગ્ન થયાં. કુંવરબાઈ ખૂબ ધર્માનુરાગી, પણ ગણપતભાઈને ધર્મક્રિયાતરફી કોઈ રુચિ નહીં. પોતે ભલા અને ભલો પોતાનો વેપાર. વેપાર- વ્યવહારમાં નીતિ-પ્રામાણિકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org