________________
૨૪૫
ઉપાધ્યાયશ્રી હેમચંદ્રવિજયજી
ગુજરાતી રચનાઓ ૧. સર્વસિદ્ધિ : મહાન દાર્શનિક આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ સંસ્કૃત પદ્યમાં રચેલ પ્રત્યક્ષ-અનુમાન-ઉપમાન-શબ્દ-અર્થોપત્તિથી સર્વજ્ઞની સિદ્ધિ કરનાર આ ગ્રન્થ ઉપર આચાર્ય શ્રી વિજયઅમૃતસૂરિજીએ જે સંસ્કૃત વૃત્તિ રચી છે, તેના આધારે એનો ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે.
૨. સ્તુતિવર્તુર્વિશતિ : મહો. શ્રી યશોવિજયજીએ ચોવીશે તીર્થકરોની સ્તુતિરૂપે કુલ ૯૬ શ્લોકોની મોટા છંદમાં રચના કરેલી છે. તેનો આ ગુજરાતી ભાવવાહી અનુવાદ છે.
૩. તત્વાર્થસૂત્ર (શબ્દાર્થ સદ) : આ. શ્રી ઉમાસ્વાતિએ સંસ્કૃતમાં આગમોના લાક્ષણિક વિષયોને સંગ્રહી દશ અધ્યાયોમાં સૂત્રરૂપે જે ગ્રંથ રચ્યો છે, તે સૂત્રોનો શાબ્દિક અર્થ તૈયાર કરી મૂળ સૂત્ર સાથે પ્રગટ કર્યો છે.
૪. ૩મિત તિવૃત ત્મિનિંદાત્મ વત્રીશી નો પદ્યાનુવાદઃ દિગંબર આ. અમિતગતિએ બત્રીશ પદ્યમાં પ્રભુસ્તુતિ રચી છે, તેનો ગુજરાતી પદ્યાનુવાદ છે. - પ. ૩માત્મપ્રવોઘપવિંશતિનો પદ્યાનુવાદ : આ. રત્નાકરસૂરિએ સંસ્કૃતમાં રચેલી પચીસ શ્લોકોની જે પાદપૂર્તિ આ. ધર્મધુરસૂરિજીએ કરી છે, તેનો પદ્યાનુવાદ કરાયો છે.
. ગુજરાતી પદ્યમય ચોવીશ સ્તુતિઓ : ગુજરાતી ભાષામાં તીર્થકરોની પદ્યમય સ્તુતિઓ રચી છે.
૭. વિશસ્થાનકપૂજાકથા : વીશ સ્થાનકની પૂજા ઉપરની પ્રાચીન કથાને તેમણે આધુનિક ઢબે લોકભોગ્ય સરળ ભાષામાં રચી છે.
૮. છૂટક-છૂટક સ્તવનો : તેમણે ગુજરાતી ભાષામાં રચેલાં ભાવનાત્મક સ્તવનો છે.
(તા. ૨૯-૧-૧૯૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org