________________
२४४
અમૃત-સમીપે ૫. ત્રિશાન્નિશા : મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ વિવિધ વિષયો ઉપર બત્રીસ પદ્યમય બત્રીશીઓ રચેલી છે, એની શરૂઆતની બત્રીશીઓ પર વિશદ અને સુંદર ટીકાઓ રચી છે.
૭. સુરસુન્દરીરિ (છાયા): આ. ધનેશ્વરસૂરિના પ્રાકૃત ચરિતની સંસ્કૃત છાયા છે.
૭. નેમિસમાધ્યમ્ : આ. હેમચંદ્રસૂરિ પછીના આજ સુધી થયેલા એટલે તેરમા સૈકાથી લઈને આ. વિજયનેમિસૂરિજી સુધીના પ્રભાવક આચાર્યોની પટ્ટ-પરંપરાનો પરિચય આપણને આ લલિત આર્યા છંદના કાવ્યમાંથી મળે છે. આ કૃતિ તેમની વિદ્વત્તાના કીર્તિસ્તંભ સમી બની રહે છે.
૮. પરમત્મિપ્રાર્થના-બ્રાન્નિશ : કરુણરસમય આત્મનિંદા અને ભગવાનના ગુણોની સ્તુતિ આ સ્તોત્રમાં વણી લીધી છે.
૯. ગૌતમસ્વામીનાં ત્રણ સ્તોત્રો : ગૌતમસ્વામીજીના ગુણોની સ્તુતિ છે.
૧૦. શ્રમ સ્તુતિષશા : આમાં જૈનશાસનમાં થયેલા મહાસમર્થ શાસનપ્રભાવક, વિદ્વાન આચાર્ય ભગવંતોની સ્તુતિ સંસ્કૃતના ૧૩ શ્લોકોમાં કરેલી છે.
૧૧. ચાર અષ્ટકો : શ્રી હરિભદ્રસૂરિમહાર-થ્રષ્ટા, મહો. યશોવિજયની -3ષ્ટ, વિનયવયસૂરિની-મષ્ટ, વિનામૃતસૂરિ-અષ્ટવેર : આ ચાર અષ્ટકોમાં તે-તે આચાર્યોના ગુણોની ભાવમય સ્તુતિ છે. ૧૨. સાવવિંશતિ : પ્રાસાદિક આર્યા છન્દ્રમાં પ્રભુસ્તુતિ છે.
સંપાદનો ૧. સિદ્ધ-
વૃત્તિ (ભા. ૧, ૨) : આ. હેમચંદ્રસૂરિજીએ રચેલા અનુપમ વ્યાકરણગ્રંથ ઉપરની બૃહદ્રવૃત્તિ અલભ્ય બનતાં બીજી આવૃત્તિના સંપાદનનું કાર્ય ઝડપથી પૂર્ણ કરી બે ભાગમાં પ્રકાશિત કરાવી છે. સૂત્રોની અકારાદિ સૂચિથી આ ગ્રન્થ ઉપયોગી નીવડશે.
૨. ૩માનવત્તામજિ : પ્રાચીન આ. હેમચંદ્રસૂરિજીએ રચેલો આ કોશગ્રંથ પ્રથમ યશોવિજય જૈન ગ્રંથમાળા, ભાવનગરથી પ્રકાશિત થયો હતો; તેને ફરીથી છાપવા માટે તેમણે આ ગ્રંથ સંપાદિત કર્યો. અંતે તેના શબ્દોની અત્યંત ઉપયોગી અકારાદિ સૂચિ ગુજરાતી શબ્દાર્થ સાથેની તૈયાર કરી મૂકી છે.
૩. વિશસ્થાનપૂગનવિધિ : જેની આરાધના કરીને જ તીર્થંકર નામકર્મનો બંધ સધાય છે, તે વિશસ્થાનકનાં વીશ પદોનું પૂજન પ્રાચીન ગ્રન્થ ઉપરથી સંકલિત કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org