________________
શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી
૪૫૧ સ્થાપના કરાવીને તેમ જ ચાલુ સંસ્થાઓને ઉદાર સહાય આપીને ચરિતાર્થ કરી હતી. આવી અનેક સંસ્થાઓ આજે શ્રી વાડીભાઈની વિદ્યાપ્રીતિની કીર્તિગાથા સંભળાવી રહી છે. શિક્ષણના પ્રચારમાં નિરંતર પ્રોત્સાહન અર્થે શ્રી વાડીભાઈએ પોતાની સંપત્તિનું વાવેતર કરવા દ્વારા સમાજના વિકાસના પાયાને દૃઢ કરવામાં પોતાનો દીર્ઘદૃષ્ટિભર્યો હિસ્સો આપ્યો હતો.
- શ્રી વાડીભાઈ પોતાની કારકિર્દીને આટલી બધી યશોજ્જવળ કરી શક્યા એમાં એમની દાનશૂરતાનો ફાળો ઘણો આગળ પડતો હતો એ સ્પષ્ટ છે. ધર્મ, સમાજ, શિક્ષણ કે દેશનું જે કોઈ કાર્ય પોતાને સારું લાગે એમાં મોકળે મને દાન આપવાનો એમનો સ્વભાવ હતો.
શ્રી વાડીભાઈ મૂળે સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતીના સપૂત અને ભાવનગરની સંસ્કારભૂમિના નરરત્ન હતા, અને એમણે આપબળ, આપસૂઝ, કાર્યકુશળતા અને સાહસિકતાના બળે મુંબઈનગરીમાં પોતાના ભાગ્યને ઉત્તરોત્તર ખીલવતા રહીને એક બાહોશ ઉદ્યોગપતિ તરીકેની નામના મેળવી હતી. વ્યાપારઉદ્યોગના ક્ષેત્રમાં, પોતાની કુશાગ્રબુદ્ધિ અને ગણતરીની કુશળતાને કારણે તેઓ અનેકના સલાહકાર અને માર્ગદર્શક પણ બન્યા હતા.
શ્રી વાડીભાઈના નિકટના પરિચયમાં આવનાર કોઈ પણ વ્યક્તિને એ વાતનો સહજપણે ખ્યાલ આવી ગયા વગર ન રહેતો કે તેઓ જે કોઈ પણ કાર્ય હાથમાં લેતા તેમાં તેઓ વર્ચસ્વ ભોગવતા, અને તેઓનો અવાજ કે નિર્ણય સર્વોપરિ ગણાતો. તેઓની દૃઢ ઇચ્છાશક્તિ અને વળી ખમીરનું જ આ પરિણામ હતું.
તેઓ મુંબઈમાં રહેતા હોવા છતાં ભાવનગરના સંઘે તાજેતરમાં પોતાના પ્રમુખ તરીકે તેઓની વરણી કરી હતી એ ઉપરથી પણ જાણી શકાય છે કે તેઓએ પોતાના વતનમાં કેવો આદર મેળવ્યો હતો.
મુંબઈ જેવી પંચરંગી, અતિવિશાળ અને અલબેલી નગરીમાં પણ તેઓએ વ્યાપક જનસમૂહમાં કેટલી બધી લોકચાહના પ્રાપ્ત કરી હતી તે, એ હકીકત ઉપરથી પણ જાણી શકાય છે કે એમની સ્મશાનયાત્રામાં હજારો લોકોએ ભાગ લીધો હતો અને એમની શોકસભા આશરે દોઢસો જેટલી જૈન-જૈનેતર સંસ્થાઓના ઉપક્રમે બોલાવવામાં આવી હતી !
(તા. ૯-૧૦-૧૯૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org