SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત સમીપે પંડિતજી : “મંડળનું કામ બરાબર ચાલે છે ને ?” પેલા ભાઈ : “એ વાત કરવા જ આવ્યો છું.” પછી પેલા ભાઈએ જુદા-જુદા શ્રીમંતોની મુલાકાતનો રસદાયક અહેવાલ રજૂ કર્યો, અને પછી એક ઉદ્યોગપતિની ખાસ વાત નીકળી. એમને એ શેઠ નિખાલસ લાગેલા. એ ભાઈએ પંડિતજીને ભારપૂર્વક કહ્યું : “એ શેઠ આપને બહુ સારી રીતે પિછાણે છે. આપ આ માટે એક વખત એમને મળીને વાત કરો તો ?” અમને વાત લલચાવે એવી લાગી. પંડિતજી ક્ષણવાર મૌન રહ્યા, પછી બોલ્યા : “એમ કરવું હોય, બીજાને ઉપદેશ કરવો હોય, તો એ માટે તો મારે સંત બનવું પડે. આપણી જીવન-શુદ્ધિ સિદ્ધ કર્યા વગર બીજાને ઉપદેશ કરવા ન જવાય.” અમે તો સાંભળી જ રહ્યા. પોતાના પ્રત્યેક વ્યવહારને શુદ્ધ રાખવામાં સતત જાગૃત રહેતા પંડિતજી, પણ ધર્મોપદેશના અનધિકારી ? અને પછી તો તેઓ આચાર-શુદ્ધિ અને ધર્મપ્રચારની ઊંડી મીમાંસામાં ઊતરી પડ્યા; તેમણે કહ્યું : “ધર્મ એ બાહ્ય પ્રચારની નહીં પણ અંદરના આચારની વસ્તુ છે. પ્રચારને જ ધર્મ માનીએ તો તો આજે અધર્મનું નામનિશાન ન રહે ! પણ ધર્મ તો આચરણમાંથી જ પ્રગટ થવો જોઈએ; એમ થાય તો ઉપદેશ કરવાપણું ઝાઝું ન રહે, કોઈ પંડિત થયો, એટલે ધર્મોપદેશનો અધિકારી બની ગયો એમ ન માનવું. ધર્મોપદેશનો સાચો અધિકારી ધર્મમય જીવન જીવનાર જ ગણાય. અલબત્ત, કોઈને ધર્મની માહિતી જોઈતી હોય તો અમે જરૂર આપી શકીએ; બાકી ધર્મનો ઉપદેશ કરવા જવું હોય તો તો પહેલા અમારે સંત જ બનવું પડે. એ વિના એ શોભે નહિ, ફળે નહિ.” - એક અમૂલ બોધપાઠ લઈ અમે છૂટા પડ્યા. - (તા. ૧૨-૧-૧૯૫૨) પવિત્ર સંવેદન આપણા દેશના સંસ્કૃતના બીજા નામાંકિત વિદ્વાનોની જેમ પૂજ્ય પંડિત શ્રી સુખલાલજીને પણ કેન્દ્ર સરકાર તરફથી “સર્ટિફિકેટ ઑફ ઓનર' મળેલ છે. આવું સન્માન પ્રાપ્ત કરનાર વિદ્વાનને કેન્દ્ર સરકાર તરફથી જીવનભર પહેલાં વાર્ષિક પંદરસો રૂપિયા મળતા અને હવે (૧૯૭૧માં) વાર્ષિક ત્રણ હજાર રૂપિયા પંદરમી ઑગસ્ટ પછી મળે છે. આ વર્ષના ત્રણ હજાર રૂપિયા બેંકમાંથી લાવીને તા. ૮-૯-૧૯૭૧ના રોજ હું એ પૂજ્ય પંડિતજીને આપવા ગયો. પંડિતજીએ કહ્યું : “આ પૈસા અંગે એક વિચાર આવ્યો છે કે આ આખી રકમ બાંગ્લાદેશના નિર્વાસિતોના રાહતકામમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy