________________
SOS
અમૃત-સમીપે આમ તો સુમંતભાઈ બહુ નામાંકિત ડૉક્ટર હતા. એમની સંસ્કારિતા ખૂબ ઉચ્ચ હતી. વડોદરાના રાજકુટુંબ સાથેના ઘનિષ્ઠ સંબંધમાં પણ એમણે સાચવી જાણેલ પોતાના આગવા વ્યક્તિત્વ જનસમૂહમાં એમનું સ્થાન ખૂબ ઊંચું બનાવી દીધું છે. વળી સંપત્તિની પણ એમને કોઈ કમી ન હતી. આમ હામ-દામ-ઠામ બધી રીતે ડોક્ટર-સાહેબ ખૂબ સમૃદ્ધિશાળી અને ભાગ્યશાળી પુરુષ હતા; અને છતાં એ સંપત્તિ કે વૈભવવિલાસમાં ખેંચી જઈને સુખચેનની ચૂંવાળી જિંદગી જીવવાનું પસંદ કરવાને બદલે તેઓએ અનાથો, દલિતો, પતિતો અને દીનદુઃખિયાના ઉદ્ધાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું, અને એ વ્રતને ખાંડાની ધારની જેમ નિભાવી જાણ્યું હતું. દલિત-પતિત જનતાની એ મોટી ખુશનસીબી હતી. મહાત્મા ગાંધીના પગલે-પગલે, દીનજનોની સેવા મારફત, રાષ્ટ્રસેવાના તેઓ સાચા ભેખધારી બન્યા હતા. સદાને માટે સત્તા અને સ્વાર્થથી વેગળા રહીને, નિષ્ઠાપૂર્વકની જનસેવા દ્વારા, આ સ્વનામધન્ય મહાપુરુષે પોતાના આ ભેખને ખૂબ દીપાવી જાણ્યો હતો.
(તા. ૨૮-૧૨-૧૯૬૮)
(૩૫) સેવારસિયા, આખાબોલા શ્રી મણિયાકાકા
અમદાવાદના માર્ગો પર કોટ અથવા ઝબ્બો, ધોતી અને સફેદ ટોપી, હાથમાં કે ખભે વજનદાર થેલી – એવા સાદા વયોવૃદ્ધ ગૃહસ્થને જોઈએ તો, એ મોટે ભાગે તો, મણિયાકાકા જ હોય ! એમનું આખું નામ શ્રી મણિલાલ મગનલાલ અભેચંદ. બજારોમાં એ “મણિયા અમ્મા' નામે અને જનતામાં મણિયાકાકા' એવા વહાલપભર્યા નામે ઓળખાય.
શ્રી મણિભાઈ અમદાવાદના વતની; ઓસવાળ જૈન શ્રીમંત. એમનો ધંધો શેર-બજારનો. એક સમયે એ અમદાવાદના શેર-બજારના આગેવાન; શેરબજારના વિકાસ માટે કંઈ-કંઈ યોજનાઓ અને કંઈ-કંઈ મનોરથો ઘડેલાં. પણ માણસ ઊંઘમાંથી જાગે એમ શ્રી મણિભાઈનું મન કોઈક શુભ પળે જાગી ઊઠ્યું અને એમણે શેર-બજારનો સારી રીતે ચાલતો ધંધો સંકેલી લીધો અને તન-મનથી સ્વસ્થ રહીને સામાન્ય જનતાની બને એટલી સેવા કરવાના માર્ગે વળી ગયા!
શ્રી મણિકાકાની જનસેવાનાં ત્રણ મુખ્ય પ્રતીકો : કપડાં, કિતાબ અને ક્વિનાઈન. એ ગરીબ-ગરબાને બારે માસ કપડાં વહેંચ્યા કરે; પણ કપડાં એટલે કેવળ કપડાં જ નહીં, પણ જીવનની જરૂરિયાતની કોઈ ચીજનો ગરીબ કે સામાન્ય માનવીને ખપ પડ્યાનું જાણે કે શ્રી મણિકાકાનો સેવાપ્રેમી હાથ ત્યાં પહોંચી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org