________________
વિધાયક ધર્મદ્રષ્ટિ કેટલાંક સુલક્ષણો
સાચા આત્મસાધકનું પહેલું કાર્ય આત્મસાક્ષાત્કાર કરવાનું હોય છે; તે સિદ્ધ થયા પછી જ લોકકલ્યાણ કે વિશ્વકલ્યાણ માટેની વ્યાપક પ્રવૃત્તિ હાથ ધરવાની હોય છે. પણ ત્યાગમાર્ગના અંચળાનો સ્વીકાર કરવાની સાથે પોતાનું લોકગુરુ અને વિશ્વનાગરિક તરીકે સર્વમંગલકારી રૂપાંતર થઈ જાય છે એ પાયાની વાત કોઈ અતિવિરલ આત્મસાધક જ સમજે સ્વીકારે છે.”
સંસારને સમજવો, એના સારાસારનો વિવેક કરવો અને એનો લાભ મેળવી શકાય એવી ઉપાય-શોધ કરવી એ જ સંસારમાંથી સાર નિપજાવવાનો સાચો માર્ગ છે. સંસારને અસાર કહ્યો એ પણ એની આસક્તિમાંથી માનવી ઊગી જાય એટલા માટે – બાળક ગળપણના વધારે પડતા નાદમાંથી ઊગરી જાય એ માટે ગળપણની હલકાઈનું ગાન કરવામાં આવે એ રીતે ! બાકી તો સંસાર એ તો સંસાર જ છે; એને સારભૂત કે અસારભૂત બનાવનાર માનવી પોતે જ છે !”
- “જો આપણે પૂર્વગ્રહોથી, અજ્ઞાન કે અંધશ્રદ્ધાથી મુક્ત બની શકીએ, તો આપણને એ સમજતાં અને સ્વીકારતાં વાર ન લાગવી જોઈએ, કે વિદ્યા એ તો પવન, પ્રકાશ અને પાણી કરતાં પણ વધુ અસરકારક અને વધારે શક્તિશાળી જીવનપ્રદ તત્ત્વ છે; એ તત્ત્વની સમુચિત સાધનાથી જ માનવી સાચો માનવી બની શકે છે અને જીવનને ઊર્ધ્વગામી કરી શકે છે. વિદ્યા જેમ વ્યક્તિના ઘડતરનું અમોઘ સાધન છે, તેમ સમાજના ઉત્થાનનો પણ પાયાનો ઉપાય છે. એટલે તેનું ક્ષેત્ર વ્યાપક રહે એમાં જ માનવજાતનું કલ્યાણ છે.”
(લેખકશ્રીની લોકપૂજકતાના બોધક ચમકારા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org