SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન વિધાના વિદ્વાનો (૧) શ્રીમદ્ગી જીવન-સાધના કાર્તિકી પૂર્ણિમાનું પુણ્યપર્વ એ શ્રીમદ્ રાજચંદ્રના જન્મદિવસનું પણ પુણ્યપર્વ છે. વિક્રમ સંવત્ ૧૯૨૪માં (ઈ.સ. ૧૮૯૭માં) કાર્તિકી પૂર્ણિમાને દિવસે, સૌરાષ્ટ્રમાં વવાણિયા ગામમાં તેઓનો જન્મ થયો હતો. શ્રીમને બાલ્યવયથી જ આત્મદર્શનની ઝંખના લાગી હતી અને આત્મજ્ઞાનની પ્રાપ્તિની દિશામાં જ એમનું મન વિશેષ ગતિશીલ રહેતું હતું. પરિણામે, એમની સામાન્ય પ્રવૃત્તિ સ્વાભાવિક રીતે આવી પડેલ સાંસારિક ફરજોને પૂરી કરવા તરફ વળેલી હોવા છતાં, એમનો વિશિષ્ટ પ્રયત્ન તો હંમેશાં આત્મસાધનાની દિશામાં ક્રમે-કમે આગળ વધવાનો જ રહેતો. એમનું જીવન જ્ઞાન અને ક્રિયાની અને એના અંગરૂપ ઉગ્ર તપશ્ચર્યા અને ધ્યાનની ઉત્કટ સાધનાને જ સમર્પિત થયું હતું. શ્રીમદ્દનું જીવન એક સાચા જીવનસાધક સંતપુરુષનું કે યોગની સાધનામાં જીવન અને સર્વસ્વ સહર્ષ સમર્પિત કરનાર યોગી-પુરુષનું જીવન હતું. એમની એકમાત્ર ઝંખના આત્મામાં પરમાત્મભાવ પ્રગટાવવાની હતી. તેઓ સાચા અર્થમાં મોક્ષમાર્ગના પુણ્યપ્રવાસી હતા. એ પ્રવાસમાં ભારરૂપ બની રહે એવી આંતર-બાહ્ય સામગ્રીનો ત્યાગ કરતાં તેઓ ક્યારેય ખમચાતા ન હતા, અને એમાં ઉપકારક બની રહે એવી સામગ્રીને શોધી શોધીને તેઓ વિના સંકોચ એનો સ્વીકાર કરતા હતા. , આમ કરવામાં પંથ કે સંપ્રદાયની પરંપરાગત રૂઢ માન્યતાઓ કે વાડાબંધીઓ એમને રોકી શકતી ન હતી. તેથી જ તો કુટુંબની કુળપરંપરાગત ધર્મશ્રદ્ધા વૈષ્ણવ ધર્મ પ્રત્યેની હતી, અને પોતાનું વલણ પણ શરૂઆતમાં એ તરફનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy