SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અમૃતલાલ હરગોવિંદદાસ ૪૦૭ (અને ખોટો) આડંબર શા માટે ? અને દહાણુમાં પોતાના કામમાં કે પરિચયમાં આવનાર ભાઈઓ પ્રત્યે શ્રી અમૃતલાલ શેઠ કેવી લાગણી દાખવે છે, એક મુરબ્બીની જેમ એમના પ્રત્યે કેવી મમતા ધરાવે છે અને એમનું કામ કેવી હોંશથી કરી આપે છે, એના કેટલાક પ્રસંગો સાંભળતાં તો આ વૃદ્ધજનની રાખરખાયત આગળ શિર ઝૂકી જાય છે. સાચે જ, એમનું જીવન આજના શ્રીમંતો માટે દાખલારૂપ બની રહે એવું છે. ગુજરાતના તો એ ખરેખરા હિતસ્વી અને સાચા શ્રીમંત-સેવક છે. ગુજરાતની સેવા માટે તો એ કાયાને પણ ઘસે છે, લક્ષ્મીને પણ ઘસે છે ; અને ઘસારાથી ગુજરાતનું નામ રોશન કરે છે. ૧૯૧૭માં ગુજરાત અનાવૃષ્ટિના દુષ્કાળમાં સપડાયું. ૧૯૨૭માં અતિવૃષ્ટિથી આખા ગુજરાતમાં ભયંકર હોનારત સર્જાઈ આ બંને આફતો વખતે અમૃતલાલ શેઠની સેવાઓ ગૂર્જરભૂમિને ચરણે સમર્પિત થઈ. - ઉચ્ચ કેળવણી વગર પ્રજાનો ઉદ્ધાર નથી એ વાત એમના અંતરમાં બરાબર વસી ગઈ હતી. ગુજરાતને કેળવણીના ક્ષેત્રે સમૃદ્ધ બનાવવામાં શ્રી અમૃતલાલ શેઠે (તેમ જ શેઠશ્રી કસ્તૂરભાઈ વગેરેએ) જે પુરુષાર્થ કર્યો છે તે તો એમના જીવનનું અને ગુજરાતના આધુનિક વિકાસના ઇતિહાસનું એક સોનેરી પ્રકરણ બની રહે એવો છે. સને ૧૯૩૪માં ‘અમદાવાદ ઍજ્યુકેશન સોસાયટી'ની સ્થાપના થઈ. ૧૯૩૬માં શ્રી અમૃતલાલ શેઠની સખાવતથી હ૨ગોવિંદદાસ લક્ષ્મીચંદ (એચ.એલ.) કૉમર્સ કૉલેજની સ્થાપના થઈ. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાની પૂર્વતૈયારી તરીકે યુનિવર્સિટી-ટ્રસ્ટ સ્થાપીને, સરદાર-સાહેબની ભારે અગમચેતીભરી સલાહ મુજબ, બેંતાલીશ લાખ રૂપિયા જેટલી મોટી રકમ એકત્ર કરવામાં આવી. અમદાવાદ ઍજ્યુકેશન સોસાયટીના આશ્રયે અમદાવાદમાં સંખ્યાબંધ કૉલેજો અસ્તિત્વમાં આવી. મૅડિકલ કૉલેજ માટે એમણે પંદર લાખ રૂપિયા જેવી મોટી ૨કમનું દાન કર્યું. વિદ્યાવૃદ્ધિનાં આ બધાં કાર્યોમાં શ્રી અમૃતલાલ શેઠની જહેમત અને સખાવત એમની જીવનની યશકલગી રૂપ બની રહે એવી છે. વેપાર અને ઉદ્યોગની નિપુણતા તો એમના રોમરોમમાં ભરેલી છે. વેપારીઓના તેઓ શાણા અને સાચા હિતચિંતક, સલાહકાર અને મિત્ર છે. અર્થકારણી ઝંઝાવાતથી ભરેલા અત્યાચારના રાજકારણમાં સમગ્ર ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓનું હિત સચવાય અને એમનું સંગઠન મજબૂત થાય એ માટે, સમયને પારખીને ‘ગુજરાત વેપારી મહામંડળ'ની સ્થાપના માટે એમણે જે પ્રયત્ન કર્યો હતો, તે ભૂલી શકાય એવો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy