SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ અમૃત-સમીપે પોતાની શક્તિ, ગુણસંપત્તિ તથા સેવાવૃત્તિને ગોપવી રાખવાની શ્રી કેશુભાઈની આ વિશેષતા બીજાઓને માટે અનુકરણીય બની રહે એવી, અને અત્યારના, જાહેરાતની આકાંક્ષાના અતિરેકથી વધુ ને વધુ પામર બનતા જતા માનવસમાજને માટે સાચી દિશા દર્શાવે એવી છે. એ જ રીતે તેઓની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને ધર્મક્રિયાઓ તરફની રુચિનું ધ્યેય ચિત્તશુદ્ધિ અને તે દ્વારા આત્મશુદ્ધિની પ્રાપ્તિનું હતું. તેથી તેઓનું વલણ બાહ્ય આડંબરોથી દૂર રહીને જીવનસ્પર્શી આરાધના તરફ ઢળતું હતું. ધર્મતત્ત્વના હાર્દને સમજવા તેઓ એક બાજુ સંતસમાગમ કરતા રહેતા, તેમ બીજી બાજુ ઉત્તમ કોટિના ગ્રંથોનું બહોળું વાચન. આવા ગ્રંથોની પસંદગીમાં તેઓને ધર્મ, મત, પંથ, સંપ્રદાય કે ગચ્છવાદના સંકુચિત સીમાડા નડતા ન હતા. જેમ એક કુશળ ઝવેરી સારા અને નરસા ઝવેરાતનું પારખું કરીને તથા લાભાલાભનો વિવેક કરીને વેપાર કરે છે, એમ શ્રી કેશુભાઈ શેઠ જેમાંથી પણ સત્યની તથા ધર્મની આત્મોપકારક સમજણ મળી શકે એમ હોય, એવા ગ્રંથોનું એકાગ્રતાપૂર્વક વાચન કરવા ટેવાયેલા હતા. તેઓની ગ્રંથોની પસંદગી ઉપરથી પણ તેઓની ઉદારતા, હૃદયની વિશાળતા અને ગુણશોધક દૃષ્ટિનો ખ્યાલ આવી શકે છે. વળી ધર્મદષ્ટિએ તેઓએ જૈન યોગ સંબંધી તથા મહર્ષિ પતંજલિના અષ્ટાંગયોગની પણ કેટલીક જાણકારી મેળવી હતી. જૈનધર્મ ઉપરની તેમની શ્રદ્ધા તત્ત્વાભ્યાસ કે જ્ઞાનના પ્રકાશથી આલોકિત હતી એ એની વિશેષતા. આથી તેઓ જેમ અંધશ્રદ્ધાના દોષથી બચી શક્યા હતા, તેમ કોઈના પણ વિચારોને શાંતિથી સાંભળી-સમજી પણ શકતા હતા. બેએક વર્ષ પહેલાં અમદાવાદમાં ઝવેરી પાર્કના નવા જિનાલયમાં મૂળનાયકની પ્રતિષ્ઠા કરવાનો આદેશ લઈને પોતાની ધર્મશ્રદ્ધા અને પ્રભુભક્તિને તેમણે ચરિતાર્થ કરી હતી. ધર્મના પાયાની સાચી સમજણ, જિનેશ્વરની વાણીની યથાર્થતા અંગેની ઊંડી આસ્થા અને જીવનને ધર્મમય બનાવવાના પુરુષાર્થને કારણે તેઓ ક્રમશઃ મરણના ભયથી મુક્ત બનતા ગયા; એટલું જ નહીં, છેલ્લાં વર્ષો દરમિયાન તો તેઓ કુદરતના એક સહજ ક્રમ અને અફર નિયમ તરીકે, મૃત્યુને આવકારવા જાણે સજ્જ બની બેઠા હોય એમ જ લાગતું હતું. આવું પ્રશાંત આત્મશૌર્ય જેનામાં પ્રગટે છે એ જીવન્મુક્તપણાનો, અનાસક્તપણાનો તથા અમૃતત્વનો આસ્વાદ માણી શકે છે. શ્રી કેશુભાઈની આરાધના પ્રચ્છન્ન છતાં એવી ઉચ્ચ કોટીની હતી કે એને ધર્મયોગ તરીકે જ બિરદાવવી જોઈએ. ૯૦-૯૧ વર્ષ જેટલી વૃદ્ધ ઉંમરે પણ તેઓ શરીરની તંદુરસ્તી અને સ્કૂર્તિ તથા મનની સ્વસ્થતા અને શાંતિ સાચવી શક્યા હતા એમાં તેઓની આ સમ્યગુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy