________________
૩૦૦
અમૃત-સમીપે
રીતે સદા તત્પર રહે છે. ભારત સાથે તેઓને અર્ધી સદી જેટલો જૂનો ગાંધીજીની મીઠાના સત્યાગ્રહની લડતના વર્ષ સને ૧૯૩૦થી નાતો છે. શાંત, અહિંસક અને કેવળ તિતિક્ષાની ભાવનાથી ઊભરાતી આ લડત ફૂજી ગુરુજી ઉપર ખૂબ અસર કરી ગઈ હતી. સને ૧૯૩૩માં, સેવાગ્રામમાં ગાંધીજીને પહેલવહેલાં મળ્યા ત્યારથી તો તેઓ એમના ખૂબ અનુરાગી અને કંઈક અંશે અનુયાયી પણ બની ગયા હતા, અને એ બન્ને વચ્ચે સંપર્ક ચાલુ રહ્યો હતો.
ભગવાન બુદ્ધની વિશ્વમૈત્રીની ભાવનામાં મહાત્મા ગાંધીજીની સર્વોદયની ભાવના અને સંતશ્રી વિનોબાની ભૂદાનપ્રવૃત્તિ પાછળની ભાવનાનો ઉમેરો થતાં તેમની વિચારસરણી તથા જનસેવાની કામગીરીને નવો વળાંક મળ્યો હતો, અને દરેક પ્રકારની ક્રાંતિ માટે અહિંસક લડતની ઉપયોગિતા તેઓ વધુ સારી રીતે સમજતા થયા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અમેરિકાએ જાપાનના હિરોશીમા તથા નાગાસાકી શહેરો ઉપર પહેલો અણુબોંબનાખીને શહેરોની વિશાળ વસતીની જે અરેરાટીભરી ક્રૂર હત્યા કરી હતી તથા એની ઇમારતો તેમ જ સંપત્તિની જે અસાધારણ તારાજી કરી હતી, તેથી એમનો આત્મા કકળી ઊઠ્યો હતો, અને તેઓએ “નિઃશસ્ત્રીકરણની નીતિ ખરેખર, ઈશ્વરના આશીર્વાદ સમી છે; હવે એ છોડીએ નહીં” એ સૂત્રનો પૂરી તાકાતથી પ્રચાર કરવો શરૂ કર્યો હતો.
વળી લોકોને શ્રમજીવન દ્વારા ધર્મજીવન તરફ વાળવા માટે આશ્રમજીવનની ઉપયોગિતાની ગાંધીજી અને વિનોબાજીની વાત એમના મનમાં દઢરૂપે વસી ગઈ છે. આ વિચારનો જાપાનની પ્રજાને પણ લાભ મળી શકે એટલા માટે એમણે જાપાનમાં ‘સર્વોદય સદ્ધર્મ આશ્રમ'ની સ્થાપના કરી હતી અને આ વિચારના પ્રચાર માટે જાપાની ભાષામાં ‘સર્વોદય’ નામે માસિક પણ બહાર પાડ્યું હતું, જે અત્યારે પણ પ્રગટ થાય છે.
આ ધર્મગુરુને પોતાના અહિંસક વિચારોના અમલ માટે અનેક કષ્ટો સહન કરવાં પડ્યાં હતાં અને ક્યારેક તો આકરી કસોટીમાંથી પણ પસાર થવું પડ્યું. સને ૧૯૫૬માં અમેરિકાની પ્રેરણાથી જાપાન સરકારે પોતાના દેશમાં લશ્કરી વિમાની મથકો બાંધવા માટે લોકોની જમીન કબજે કરી. આથી પોતાના વસવાટો અને ખેતીને થના૨ અપાર નુકસાનથી લોકો અકળાઈ ગયા. આ નર્યો અધર્મ અને અન્યાય જ હતો. ફૂજી ગુરુજીએ એની સામે અહિંસક સત્યાગ્રહ કરવાની લોકોને હાકલ કરી. એમાં કેટલાય લોકો માર્યા ગયા અને એકાદ હજાર લોકો ઘાયલ થયા. પણ છેવટે અહિંસાનો વિજય થયો અને સરકારને એ યોજના બંધ રાખવી પડી.
ધર્માંતર અને ધાર્મિક સંકુચિતતાથી નુકસાનનો પોતાને સ્પષ્ટ ખ્યાલ આવી જતાં, પોતે પંથના આગ્રહથી મુક્ત થઈને વિશ્વશાંતિ માટે કાર્ય કરશે એ વાતનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org