________________
૧૫૭
અમૃત-સમીપે
રેશનિંગને વ્યવસ્થિત અને સફળ બનાવવાની એમની કામગી૨ી ખૂબ વખણાઈ હતી. મુંબઈની મ્યુનિસિપલ કૉર્પોરેશનના સભ્ય તરીકે એમણે મુંબઈ શહે૨ની પણ કીમતી સેવા કરી હતી. પોતાના વતન ભુજપુરની વિવિધ સેવા કરવાનું પણ તેઓ ભૂલ્યા નથી.
શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સનું સુવર્ણજયંતી અધિવેશન સને ૧૯૫૨માં, મુંબઈમાં, શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દોશીના પ્રમુખપદે મળ્યું, ત્યારે એના સ્વાગતપ્રમુખ તરીકેના પોતાના વક્તવ્યમાં શ્રી ખીમજીભાઈની સમાજના ઉત્કર્ષ માટેની જે વેદના અને જે ખુમારી સાંભળવા મળી હતી તેથી એમના વિશિષ્ટ ચિંતન અને વ્યક્તિત્વનો અભિનવ પરિચય સૌ કોઈને થયો હતો.
વળી એમણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવાઓ આપી છે અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયની પણ નોંધપાત્ર સેવા બજાવી છે. મુંબઈમાં તથા કચ્છમાં સ્થપાયેલી કચ્છની અનેક સંસ્થાઓને પણ એમની આવડત અને ઉદારતાનો લાભ સતત મળતો રહે છે.
જૈન સમાજમાં વૈધવ્યને કારણે પીડાતી, પરેશાન થતી અને લાચારીમાં જીવન વિતાવતી વિધવા બહેનોની બેહાલી જોઈને એક ઉદ્દામ કે બળવાખોર વિચારક તરીકે શ્રી ખીમજીભાઈને ખૂબ લાગી આવે છે; એમનો પુણ્યપ્રકોપ જાગી ઊઠે છે. આવી બહેનોના પોતે જાણે સહોદર હોય એવું સંવેદન અનુભવે છે. એમના દુઃખના નિવારણમાં પોતાનો યત્કિંચિત્ ફાળો આપવાના ઉદ્દેશથી પુનર્વિવાહ કરનાર પોતાની જ્ઞાતિની વિધવા બહેનને અમુક રકમ (ઘણું કરી એક હજાર રૂપિયા) ભેટ આપવાની એમણે જાહેરાત કરી છે.
એમની ઉદારતાનાં દૃષ્ટાંતો પણ જુઓ : એમનાં પ્રેરણા અને પ્રોત્સાહનથી આંબેડકર ઍજ્યુકેશન સોસાયટી તથા ધી ન્યૂ સ. (?) ઍજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ હતી, શ્રી વલ્લભભાઈ હરિજન વસતીગૃહ રત્નાગિરિ જિલ્લામાં સ્થપાયું હતું, માલગાંવ તાલુકામાં શ્રી એસ. કે. પાટીલ કન્યા વિહાર છાત્રાલય શરૂ થયું હતું અને અતુલની પાસે પારડી તાલુકામાં શ્રી વલ્લભ શિક્ષણ અને સંગીત વિદ્યાલયની ગુજરાત શાખા પાંચેક વર્ષથી શરૂ થઈ છે. (આ સંસ્થા શરૂ ક૨વા માટે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ એક લાખ ત્રીસ હજાર વાર જેટલી વિશાળ જમીન ફક્ત એક જ પૈસે વા૨ના નામના ભાવથી આપી છે.)
સને ૧૯૪૫માં એમની અનેકવિધ સેવાઓનું બહુમાન કરવા માટે એમને મુંબઈમાં પોણો લાખ રૂપિયાની થેલી અર્પણ કરવામાં આવી તો એનું એમણે ચેરિટી ટ્રસ્ટ બનાવી શૈક્ષણિક અને વૈદ્યકીય કાર્યોમાં એનો ઉપયોગ કરવાની જાહેરાત કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org