________________
પ૦૦
અમૃત સમીપે અને ડૉ. રાધાકૃષ્ણનું જ્યારે ભારતના સર્વોચ્ચ પદે – રાષ્ટ્રપતિપદે – ચૂંટાયા ત્યારે એમણે પોતાના માસિક દસ હજાર રૂપિયાના બદલે માત્ર અઢી હજાર રૂપિયા જેટલો જ પગાર લેવાનું જાહેર કરીને ધ્યેયનિષ્ઠ વિદ્યાસાધકને શોભે એવી સાચી બ્રાહ્મણવૃત્તિ અને અકિંચનભાવનાને જીવી બતાવીને એક ઉત્તમ આદર્શ રજૂ કર્યો હતો. આવા પુરુષને “ભારતરત્ન'નું બિરુદ મળે એમાં શી નવાઈ ?
૮૦ વર્ષની પરિપક્વ વયે, આ તા. ૧૭મી એપ્રિલની આગલી મધરાતે, ભારતના ગૌરવ સમા આ મહાપુરુષે પરલોક પ્રયાણ કર્યું.
(તા. ર૯-૪-૧૯૭૫)
(૧૩) નેકદિલ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીરહુસેન
ઇન્સાન કરતાં દુનિયામાં કોઈ બહેતર નથી, ઇન્સાનિયત જેવો કોઈ કીમિયો નથી ! માણસ જન્મીને પોતાના અંતરમાં સારાણસાઈનો બાગ ખીલવી જાણે તો કેવું સુંદર જીવન પામે, કેવું ઉત્તમ મૃત્યુ માણે !
ભારતના રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીરહુસેન માનવતાના ઉચ્ચ શિખરસમા, આવા જ એક નેતા હતા. એમના સ્વર્ગવાસથી ગાંધીવિચારસરણી અને ગાંધીજીવનપદ્ધતિને સમર્પિત થયેલ એક નરરત્નની આપણને ખોટ પડી.
ગાંધીયુગ એ કાળના વિશાળ પટ પર સિતારાની જેમ ચમકતો એક અભુત અને યાદગાર યુગ બની ગયો. મહાત્મા ગાંધીજીની નેતાગીરીએ લાખો-કરોડો દેશવાસીઓના અંતરમાં નિર્ભેળ રાષ્ટ્રીયતાની ભાવના જગાવીને એમને ત્યાગ અને સમર્પણના માર્ગે પ્રેર્યા હતા, અને સમગ્ર રાષ્ટ્રની સ્વતંત્રતા માટેના અહિંસક સંગ્રામને સફળ રીતે ખેલી બતાવ્યો હતો. ગાંધીજીની આ સફળતા જેટલી એમની આત્મશક્તિ અને આંતરસૂઝને આભારી હતી, તેટલી એમને મળેલા સંખ્યાબંધ નિઃસ્વાર્થ, નિષ્ઠાવાન, વફાદાર અને સમર્થ રાષ્ટ્રસેવકોને પણ આભારી હતી. ડૉ. ઝાકીરહુસેન આમાંના એક હતા.
ગાંધીજીના પાયાની કેળવણીના મૌલિક વિચારોનો આકાર-પ્રકાર નક્કી કરવામાં અને એની યોજનાને વ્યવહારુ રૂપ આપવામાં, તેમ જ એને અમલી બનાવવામાં ડૉ. ઝાકીરહુસેને જે સૂઝ અને શક્તિ બતાવી હતી અને જે સેવાઓ આપી હતી, તે તો તેઓની એક કુશળ અને કાબેલ કેળવણીશાસ્ત્રી તરીકેની કિીર્તિગાથા બની રહે એવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org