________________
૨૫૩
શ્રી ગુલાબબાપા
મહારાજશ્રી કે એમના જેવા અન્ય યતિવરોએ કરેલ સંઘસેવા અને જનસેવાનો વિચાર કરીએ છીએ ત્યારે, આપણી યતિસંસ્થાને આપણે, આચારપાલનની ઊણપને વધારે પડતું મહત્ત્વ આપીને, નબળી (અને હવે તો લગભગ નામશેષ) થવા દીધી તેથી જૈનસંઘને અને જનસમૂહને પણ સરવાળે નુકસાન જ થયું છે. જિનમંદિરો, જૈનતીર્થો અને જ્ઞાનભંડારોની સાચવણી માટે આ સંસ્થાએ જે કામગીરી બજાવી છે તે આપણને હંમેશને માટે એના ઓશિંગણ બનાવે એવી અને ક્યારેય ન વિસરી શકાય એવી મહત્ત્વની છે. ઉપરાંત મંત્રતંત્ર, જ્યોતિષ અને વૈદ્યક વિદ્યાઓને લગતી કામગીરીમાં તેમ જ એની સાચવણીમાં આ સંસ્થાએ ખૂબ નોંધપાત્ર ફાળો આપ્યો છે એમાં શક નથી. વળી શાળાઓની અછતના જૂના સમયમાં આપણા વતિઓએ લોકશિક્ષક તરીકેની જે કામગીરી બજાવી હતી, તે પણ આ સંસ્થાની ઉપયોગિતા અને ઉપકારકતાની સાક્ષી પૂરે એવી છે. હજી પણ આ સંસ્થાને ટકાવી રાખવાનો અને એને તેજસ્વી બનાવવાનો પ્રયત્ન યતિસમુદાય તરફથી તેમ જ શ્રીસંઘ તરફથી થાય તો તે અવશ્ય આવકારપાત્ર તેમ જ લાભકારક ગણાય.
શ્રી ક્ષમાનંદજી મહારાજની પોતાના ગુરુવર્ય તરફની ભક્તિ અને પૈસા તરફની નિર્લોભવૃત્તિ પણ દાખલારૂપ બની રહે એવી હતી. વળી પોતાના ગુરુની ગાદીના વારસદાર થવાની પોતાની યોગ્યતા નથી એવી જાહેરાત કરવાની શ્રી ક્ષમાનંદજી મહારાજની નમ્રતા અને નિખાલસતાનો જોટો મળવો મુશ્કેલ છે.
આવા એક ગુણિયલ, શક્તિ અને ભાવનાના પંજસમા પુરુષનું, કચ્છમાં, ભુજપુરમાં, તા. ૧૪-૩-૧૯૭૧ના રોજ થયેલ અવસાન, સો વર્ષ પણ પડેલ દુકાળ વસમો લાગે એવી દુ:ખદ ઘટના છે.
(તા. ૨૯-૫-૧૯૭૧)
(૧૩) સેવા જીવી શ્રી ગુલાબબાપા
હતા તો એ સંસારત્યાગી સાધુપુરુષ, પણ સાચા અર્થમાં તેઓ અનેકના બાપા હતા. પિતા જેવું પ્રેમાળ, કુમળું, મમતાના અમૃતરસથી છલકાતું એમનું હૃદય હતું. અને પોતાના આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓનું ભલું કરવાની વાત્સલ્યભાવના એમના રોમ-રોમમાં ધબકતી હતી. ખરી રીતે તો તેઓ વિદ્યાર્થીઓની મમતાળુ, હેતાળ માતા પણ હતા ! વિદ્યાર્થીઓના સુખમાં જ એમનું સર્વ સુખ સમાઈ જતું; વિદ્યાર્થી જરા પણ દુઃખી કે બેચેન હોય તો એમની નિંદ હરાઈ જાય. શ્રી સોનગઢનો શ્રી મહાવીર જૈન ચારિત્રરત્નાશ્રમ આજે એ સેવાજવી સંતપુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org