________________
૪૮૨
અમૃત-સમીપે વળી, ઇન્દુચાચા ઉપર સરસ્વતી માતાની પણ કૃપા વરસી હતી. તેઓ જેમ પત્રકાર હતા તેમ સાહિત્યકાર પણ હતા. ‘નવજીવન’ પછી એમણે “યુગધર્મ' નામે બીજું માસિક પણ કાઢ્યું હતું. તેઓ ફિલ્મનિર્માતા પણ બન્યા હતા. અમુક વર્ષ સુધી એમણે વિદેશયાત્રા પણ કરી હતી. છટ્ટે ભાગે અધૂરી રહી ગયેલ એમની આત્મકથા ગુજરાતી સાહિત્યની એક ઉત્તમ કૃતિ લેખાય છે. પણ આ બધી વિશેષતાઓ એમને મન જનસેવા આગળ ગૌણ હતી અને જનસેવાના ધ્યેયને જ અર્પણ થયેલી હતી.
તેમની જનસેવાની ભાવનાની વિરલ વિશેષતા એ હતી કે એની પાછળની એમની મનોવૃત્તિ ઉપકાર કરવાની નહીં, પણ નિજાનંદ મેળવવાની સાવ અલગારી હતી; તેથી જ એ આટલી સફળ અને કામણગારી બની શકી હતી. તેથી જ ઈન્દુભાઈ સામાન્ય જનતાના લાડીલા નેતા બનીને એના હૈયામાં વસી ગયા હતા. ખૂબ લોકપ્રિય બનેલું “ઇન્દુચાચા' નામ આ મહાન પુરુષ તરફના જનતાનાં આદર, વાત્સલ્ય અને ભક્તિનું સૂચક છે. પત્રકાર-મિત્રો તો એમને “દાદાના વહાલસોયા ઉપનામથી જ સંબોધતા.
રાજકારણ જેવું મોહક અને લપસણું ક્ષેત્ર ખેડવા છતાં શ્રી ઇન્દુચાચા સત્તા, સંપત્તિ અને વૈભવવિલાસની લાલસાથી સાવ અલિપ્ત રહેવાની વિરલ ફકીરી કાયમ જાળવી શક્યા, તે ગરીબી અને સાદાઈ તરફની અલગારી મહોબ્બતને કારણે જ.
આ સિંહપુરુષનું ખમીર અને પરાક્રમ સોળે કળાએ જોવા મળ્યું ૧૯ વર્ષ પહેલાં સને ૧૯૫૬માં મહાગુજરાતના આંદોલન વખતે. અણીને વખતે ગુર્જરભૂમિને સાચી અને તેજસ્વી નેતાગીરી પૂરી પાડીને શ્રી ઇંદુચાચાએ ગુજરાતની જે સેવા બજાવી એની દાસ્તાન તો સદાસ્મરણીય વીરગાથા બની રહેશે. એમની ગુણવિભૂતિ અને શક્તિસંપત્તિ ગુજરાતમાં અને દેશભરમાં વિસ્તરો એવી આપણી પ્રાર્થના હો !
(તા. ૨૨-૭-૧૯૭૨)
(૭) કલ્યાણભાવનાનું વિરલ દષ્ટાંત ઃ શ્રી કામરાજ નાદર
વ્યક્તિ સ્વયં ન નાની છે, ન મોટી; તેને મહાન કે પામર બનાવે છે એની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ. જેવી-જેવી વૃત્તિ, તેવી-તેવી વાણી અને તેવી-તેવી પ્રવૃત્તિ. અર્થાત્ વાણી અને વર્તનના સારાખોટાપણાનું ઊગમસ્થાન છે મનમાં. એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે ભાવનાને પોતાના જીવનના આદર્શ તરીકે સ્વીકારે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org