SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ (૨૬) શીલ-પ્રજ્ઞાનિષ્ઠ આચાર્યશ્રી વિજયજંબૂસૂરિજી વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ આચાર્ય મહારાજશ્રી વિજયજંબુસૂરિજીનો, તા. ૧૦-૧૨-૧૯૭૫ ને બુધવારના રોજ, મુંબઈમાં ભાયખલા મુકામે સ્વર્ગવાસ થતાં તપગચ્છ જૈનસંઘને ત્રણ પચ્ચીશી કરતાં વધુ ઉંમરના અને બે પચ્ચીશીથી પણ વધુ દીર્ઘ દીક્ષાપર્યાયમાં નિર્મળ સંયમની આરાધના કરીને પોતાના જીવનને કૃતાર્થ કરી જાણનાર આચાર્યશ્રીનો કાયમને માટે વિયોગ થયો છે. આચાર્યશ્રી જેમ સંયમના જાગૃત સાધક હતા, તેમ સતત શ્રુતના પણ ઉપાસક હતા. અને એ રીતે શીલ અને પ્રજ્ઞાની નિષ્ઠાભરી ઉપાસના દ્વારા એમણે પોતાના ચારિત્રને ઉજ્વળ, વિશેષ શોભાયમાન અને ચરિતાર્થ કર્યું હતું. અમૃત–સમીપે જૈનસંઘના મહાન જ્યોતિર્ધર ઉપાધ્યાયશ્રી યશોવિજયજીના નિર્વાણથી પાવન બનેલ દક્ષિણ ગુજરાતનું ડભોઈ (દર્ભાવતી) નગર તેઓની જન્મભૂમિ. તેઓના પિતાનું નામ મગનભાઈ, માતાનું નામ મુક્તાબાઈ. વિ. સં. ૧૯૫૫ના માહ વદ ૧૧ના રોજ એમનો જન્મ. એમનું પોતાનું નામ ખુશાલચંદ. હું ? ખુશાલચંદની બુદ્ધિ કુશાગ્ર, અભ્યાસ કરવાની પૂરી હોંશ અને મહેનત કરવાની બરાબર તૈયારી. પણ આજથી ૬૦-૭૦ વર્ષ પહેલાંના સમયના રિવાજ પ્રમાણે, ખુશાલચંદ અભ્યાસકાળમાં લગ્નના બંધનથી બંધાઈ ગયા હતા; છતાં તીવ્ર બુદ્ધિ અને અભ્યાસમાં આગળ વધવાની તમન્નાથી તેમણે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. આજથી છએક દાયકા પહેલાં મૅટ્રિકની પરીક્ષા ઊંચી ગણાતી; પરીક્ષા પસાર કરનારમાં કુશળતા પણ ઘણી આવતી. આટલા વ્યાવહારિક અભ્યાસ ઉપરાંત ખુશાલચંદે ધાર્મિક અભ્યાસમાં પણ સારી પ્રગતિ સાધી હતી. આ નિપુણતા છતાં ખુશાલચંદના અંતરમાં, ઊંડે-ઊંડે તો સંયમ અને વૈરાગ્યનો રંગ જ હતો. મુનિરાજોના સંપર્કે સંયમ અને વૈરાગ્યની ભાવના વધારે દૃઢ થઈ અને વ્યાવહારિક શિક્ષણ ગૌણ બની ગયું. ધાર્મિક શિક્ષણ ખુશાલચંદને માટે સંયમ અને વૈરાગ્યને પોષનારું બહુમૂલું ભાતું બની ગયું. સંસારવાસમાં અટવાઈ ગયેલો ખુશાલચંદનો જીવ ભારે બેચેની અનુભવી રહ્યો ઃ ક્યારે ત્યાગમાર્ગના સ્વીકાર દ્વારા મોક્ષમાર્ગનો પુણ્યયાત્રિક બનીને તપ-ત્યાગ-વૈરાગ્યની આરાધના માટે સર્વમંગલકારી ધર્મતીર્થનું શરણ સ્વીકારું ? સમયના વહેવા સાથે ખુશાલચંદનો ઘરસંસારનો રસ ફીકો બનતો જતો હતો. એવામાં ભૂખ્યા માનવીને ભાવતાં ભોજન મળ્યા જેવો સુયોગ થયો. એક વાર પ્રતાપી આચાર્ય શ્રી વિજયકમલસૂરિજી તથા પંન્યાસ શ્રી દાનવિજયજી(આચાર્યશ્રી વિજયદાનસૂરિજી)નું ડભોઈમાં પધારવું થયું. એમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy