________________
ડૉ. બ્રાઉન
ઉચ્ચ અભ્યાસ એમણે અમેરિકામાં જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં કર્યો, અને ચોવીસ વર્ષની ઉંમરે પીએચ. ડી.ની ડિગ્રી મેળવી. ર૯ વર્ષની ઉમરે એમનાં લગ્ન થયાં હતાં. એમને બે સંતાનો હતાં. અમેરિકાની પેન્સિલ્વાનિયા યુનિવર્સિટીમાં સને ૧૯૧૩થી ૧૯૧૯ સુધી ત્રણ વર્ષ માટે એમણે સંશોધનના ફેલો તરીકે કામ કર્યું હતું, અને તે પછી ૩ વર્ષ માટે હોન્સ યુનિવર્સિટીમાં હોન્સ્ટન સ્કોલર તરીકે બહુમાન મેળવ્યું હતું. સને ૧૯૨૨-૨૩માં એમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સંસ્કૃતનું અધ્યયન (?) કર્યું હતું તથા જમુની કૉલેજમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકેની પણ કામગીરી બજાવી હતી, અને સને ૧૯૨૬થી તેઓ અમેરિકામાં ફિલાડેલ્ફિયાની પેન્સિલ્વાનિયા યુનિવર્સિટીમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે જોડાયા હતા. આ યુનિવર્સિટી એમની વિશિષ્ટ કર્મભૂમિ બની રહી હતી, અને અહીં રહીને એમણે ભારતીય વિદ્યા અને વિશેષે કરીને સંસ્કૃત વિદ્યાના ક્ષેત્રમાં જેમ ખૂબ કામ કર્યું હતું, તેમ ભારતીય વિદ્યાના વિદ્વાન તરીકે દેશ-વિદેશમાં નામના પણ ઘણી મેળવી હતી. અમેરિકાની પ્રાચ્યવિદ્યા તથા ભારતીય વિદ્યા સાથે સંબંધ ધરાવતી સંખ્યાબંધ સંસ્થાઓને એમની વિદ્વત્તા અને કાર્યકુશળતાનો લાભ મળ્યો હતો. તેઓ ભારતીય વિદ્યાની વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે શાખાના મર્મજ્ઞ અભ્યાસી હતા. પેન્સિલ્વાનિયા યુનિવર્સિટીના ઇન્ડિયન આર્ટ વિભાગના તથા ફિલાડેલ્ફિયાના મ્યુઝિયમ ઓફ આર્ટના ક્યૂરેટર તરીકેની જવાબદારી પણ એમણે સંભાળી હતી.
જૈન સાહિત્યના સંશોધન-સંપાદનમાં એમણે ઊંડો રસ લીધો હતો : તેથી આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સાથે તેઓને ઘણો પરિચય હતો. આ દિશામાં એમનું વિશિષ્ટ અર્પણ (૧) કલ્પસૂત્રનાં ચિત્રોનો સંગ્રહ, (૨) કાલકાચાર્યની સચિત્ર કથા (ધી સ્ટોરી ઓફ કાલક) અને (૩) સચિત્ર ઉત્તરાધ્યયનસૂત્ર (મેન્યુસ્ક્રિપ્ટ ઇલસ્ટ્રેશન ઑફ ધી ઉત્તરાધ્યયનસૂત્ર) – એ ત્રણ ગ્રંથરૂપે યાદગાર રહેશે. આ ત્રણે ગ્રંથો ડો. બ્રાઉનની કળાસૂઝ અને સંપાદનદષ્ટિના ઉત્તમ નમૂના રૂપ છે. ઉપરાંત, તેઓએ “વસંતવિલાસ' નામે પ્રાચીન ગુજરાતી ફાગુ કાવ્યનું તથા મહિમ્નસ્તોત્રનું સચિત્ર સંપાદન કર્યું હતું, તેમ જ મદુરાના મંદિરનો સચિત્ર પરિચય પણ લખ્યો હતો.
એમણે “ધી રબીન્દ્રનાથ ટાગોર મેમોરિયલ લેક્ઝરરશિપ'ના ઉપક્રમે એની ચોથી વ્યાખ્યાનમાળામાં, અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં સને ૧૯૬૫માં મૅન ઇન ધી યુનિવર્સ" (વિશ્વમાં માનવીનું સ્થાન) એ વિષય ઉપર આપેલાં ચાર વ્યાખ્યાનો એમની વિદ્વત્તા, સ્વતંત્ર ચિંતનશક્તિ અને સંકલન કરવાની સૂઝનો આલાદકારી પરિચય કરાવવાની સાથેસાથે વાચકને માટે પણ ઉચ્ચ ચિંતનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org