SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મોહનલાલ ગિરધરલાલ ભોજક પર૫ ચૌદશનો ઉપવાસ તેઓ આટલી વૃદ્ધ ઉમરે પણ ચૂકે નહીં; મોટે ભાગે ચોવિહારો ઉપવાસ કરે, અને બેસી શકાય એમ ન હોય તો સૂતાં સૂતાં માળા ફેરવે અને પ્રતિક્રમણ કરે. રાત્રે સંથારા-પોરસી પણ ભણાવવાની. લક્ષ્મણભાઈ ભોજક ઉપર એમને પૂરો ભાવ. જાતે ધર્મક્રિયા ન કરી શકે તો લક્ષ્મણભાઈ એમને પ્રતિક્રમણ કરાવે. નવરા બેસી રહેવું એમને રુચે નહીં : વખત હોય ત્યારે આધ્યાત્મિક પદો, સ્તવનો વાંચ્યા કરે; એની નકલ પણ કરે. માંદા પડે અને કોઈ વૈદ્ય-દાક્તરને બોલાવવાનું કે ઉપવાસ છોડવાનું કહે તો તેઓ કહે, “આ કાયાની વળી આવી આળપંપાળ કેવી ? દવા અને દાક્તરમાં ખરચવાના પૈસા ગરીબોને અનાજ આપવામાં વાપરજો.” થોડા દિવસ પહેલાં મેં એમને પૂછ્યું : “મોહનકાકા, કેમ છો ?” મને પાસે બેસારીને એમણે “સાંઈ રાખે તૈસે રહીએ” એ સંતકબીરનું ભજન ગાઈ સંભળાવ્યું. સ્વર્ગવાસની આગલી સાંજે જાણીતા ગવૈયા હિરાભાઈ એમને મળવા ગયા, તો એમણે કહ્યું, “ગર્વ ન કીજે ગાત્રનો” ભજન સંભળાવો. મોહનભાઈએ ગદ્ગદ બનીને અશ્રુસ્નાન કર્યું. અને બીજે જ દિવસે ચા-દાતણ કર્યા વગર જ ચોવિહારા મોઢે જરા ય વેદનાનો અનુભવ કર્યા વગર શ્રી મોહનભાઈ અનંતની યાત્રાએ વિદાય થયા. એમની છેલ્લી ભલામણ પોતાના પાછળ રકમ ગરીબોને અનાજ અપાવવામાં ખર્ચવાની હતી. | (તા. ર૯-૧-૧૯૬૬) ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy