________________
ડૉ. ગ્લાઝેનપ
૪૫
આપણા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લિ રાધાકૃષ્ણન સાથે એમને છેક ૧૯૨૬થી પરિચય હતો, અને એ પરિચય ઉત્તરોત્તર વધતો જ ગયો હતો. ડૉ. ગ્લાઝેનપને અર્પણ થયેલ અભિનંદન-ગ્રંથની પ્રસ્તાવનામાં એમને અંજલિ આપતાં ડૉ. રાધાકૃષ્ણ લખે છે
“હું જ્યારે પ્રો. વોન ગ્લાઝેનપને હિંદુસ્તાનમાં ઘણાં વર્ષ પહેલાં પહેલવહેલો મળ્યો ત્યારથી મેં એમને ભારતીય વિદ્યાના મહાન વિદ્વાન તરીકે પિછાણ્યા છે.”
સને ૧૯૫૩ની સાલમાં પ્રો. ગ્લાઝેનપના માનમાં યોજાયેલ ખાસ સમારંભમાં તે વખતના જર્મની ખાતેના ભારતના એલચી શ્રી એસ. દત્તે એમને ભારતના સ્વાતંત્ર્યયુદ્ધના સંકટગ્રસ્ત દિવસો દરમ્યાન ભારતની પડખે ખડા રહેનાર વિદ્વાન તરીકે બિરદાવ્યા હતા.
એમને શ્રદ્ધાંજલિ અર્પતાં નવી દિલ્હીના નેશનલ મ્યૂઝિયમના આસિસ્ટન્ટડિરેક્ટર શ્રી સી. શિવરામમૂર્તિએ કહ્યું છે
-
“પ્રો. હેલ્મેંટ વોન ગ્લાઝેનપે વેદાંત અને બૌદ્ધધર્મના અભ્યાસમાં જે ફાળો આપ્યો છે, તેથી ભારતીય વિચારસરણી ઉપર પ્રકાશ પાડતું સાહિત્ય સમૃદ્ધ થયું છે. એમના માયાળુ વ્યક્તિત્વ અને વિશાળ શાને સને ૧૯૫૬માં ઊજવાયેલ બુદ્ધજયંતી વખતે તેમના સંપર્કમાં આવનાર સૌ પ્રતિનિધિઓની પ્રશંસા મેળવી હતી. તેઓ એક વયોવૃદ્ધ ઋષિ જેવા હતા; પણ એમનો અદમ્ય ઉત્સાહ એમની વૃદ્ધ ઉંમરને ગણકારતો નહોતો. એમનામાં ભારતીય પંડિતની પરંપરા, જર્મન પ્રાધ્યાપકની સુનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય વિદ્વાનનું વ્યાપક અને ઊંડું દર્શન હતું. જર્મનીએ, ભારતે, અરે દુનિયાએ ભારતીય વિદ્યાના સર્વશ્રેષ્ઠ વિદ્વાનોમાંનો એક વિદ્વાન ગુમાવ્યો છે.”
ભારતીય વિદ્યાના આ મહાન વિદ્વાનનું તા. ૨૫-૬-૧૯૬૩ના રોજ ૭૨ વર્ષની વયે અવસાન થયું. પણ જેણે આજીવન વિદ્યા-ઉપાસના કરીને પોતાનું જીવન ધન્ય બનાવ્યું એ તો સદા અમર જ છે !
(તા. ૧૬-૮-૧૯૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org