SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ આ વિજયનંદનસૂરિજી ૧૭૯ આ સૂરીશ્વર બ્રહ્મચર્યની વ્યાપક અને મર્મસ્પર્શી ભાવનાના શ્રેષ્ઠ આદર્શ હતા. એ ભાવના એમના રોમરોમ સાથે, કોઈ પણ જાતના વિશેષ પ્રયાસ વિના અતિસહજપણે વણાઈ ગઈ હતી. એમના થોડા પણ પરિચયમાં આવનાર વ્યક્તિ એમના બ્રહ્મચર્યના આ તેજથી પ્રભાવિત થયા વગર ન રહેતી. એમનો પ્રભાવશાળી ચહેરો, સિંહપુરુષસમું તેજસ્વી વ્યક્તિત્વ અને બુલંદ વાણી કોઈને પણ વશ કરી લેતાં. તેઓને કેટલા રાજાઓ, મંત્રીઓ, રાજપુરુષો, શ્રેષ્ઠીઓ સાથે નિકટનો પરિચય હતો, અને એને લીધે તેઓએ કેવાં સારાં-સારાં કાર્યો કરાવ્યાં હતાં એની કથા આચાર્યશ્રીના જીવનની વિશિષ્ટ કીર્તિગાથા બની રહે એવી છે. તેઓ ‘શાસનસમ્રાટ્' બિરુદ પામ્યા હતા તે પણ આ કારણે જ. જૈનશાસનના એક ધુરંધર સંઘનાયક તરીકેનું ગૌરવશાળી, યશસ્વી અને અનેક સર્જ્યોથી શોભતું જીવન જીવીને દિવાળીબહેનના એ સપૂત વિ. સં. ૨૦૦૫ની દિવાળીએ મહાવીર-નિર્વાણના પવિત્ર દિવસે, આરતીવેળાએ, અસંખ્ય દીપમાળાઓની સાક્ષીએ ૭૭ વર્ષ પૂર્ણ કરીને સ્વર્ગે સિધાવ્યા. (તા. ૪-૧૧-૧૯૭૨) (૧૮) સમર્થ સુકાની સમન્વયપટુ આ વિજયનંદનસૂરિજી આચાર્ય મહારાજશ્રી વિજયનંદનસૂરિજીનો ગત માગશર વદી ચૌદશ, તા. ૩૧-૧૨-૧૯૭૫ બુધવારના રોજ આથમતી સંધ્યાએ ૭૭-૭૮ વર્ષની પરિપક્વ વયે તગડી મુકામે સ્વર્ગવાસ થતાં જૈનસંઘને અસાધારણ ખોટ પડી છે. તપગચ્છ માટે અતિ વિષમ બનતા જતા અત્યારના સંજોગોમાં આચાર્ય-મહારાજનું વિદાય થવું એ ભારે વસમું બની રહે એવું છે, અને એમની ખોટ આપણા સંઘને ડગલે ને પગલે અચૂક વર્તાવાની છે. પડતા પંચમકાળનો પ્રભાવ કહો, કે કમનસીબ ભવિતવ્યતાનો કુયોગ જાગી ઊઠ્યો માનો, પણ છેલ્લા ચારેક દાયકાથી તપગચ્છ જૈનસંઘમાં, તિથિચર્ચાના રાહુએ ફ્લેશ, દ્વેષ, કલહ અને હુંસાતુંસીના આવેશને જગવવામાં, પોષવામાં અને વિસ્તારવામાં જે વિઘાતક અને કમનસીબીભર્યો ભાગ ભજવ્યો છે તે સુવિદિત છે. એવા અતિ ફ્લેશમય વાતાવરણમાં પણ તપગચ્છ જૈનસંઘને સ્વસ્થપણે સાચી દિશાનું માર્ગદર્શન આપી શકે એવા જે અલ્પ-સ્વલ્પ શ્રમણ-ભગવંતો થઈ ગયા તેમાં સ્વર્ગસ્થ આચાર્ય-પ્રવર શ્રી વિજયનંદનસૂરિજીનું નામ અને કામ મોખરે છે એમ કોઈને પણ લાગ્યા વગર નહીં રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy