________________
અમૃત-સમીપે આ જ્ઞાની મહાગુરુના સર્વસ્પર્શી અને મર્મસ્પર્શી જ્ઞાનનો મહિમા એટલો વિસ્તર્યો કે એમના પાંડિત્યની ખ્યાતિ છેક અમેરિકા સુધી પહોંચી; અને જ્યારે અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વના સર્વ ધર્મોની પરિષદ ભરવાનું આયોજન થયું, ત્યારે જૈન ધર્મના પ્રતિનિધિ વિદ્વાન તરીકે એ પરિષદમાં પધારવાનું આમંત્રણ શ્રી આત્મારામજી મહારાજને આપવામાં આવ્યું !
પણ જૈન સાધુના કડક નિયમો પ્રમાણે આત્મારામજી મહારાજ જાતે અમેરિકા જઈ શકે એવી કોઈ શક્યતા હતી જ નહીં. એટલે એમણે પરિષદના સંચાલકોની વિનંતીથી જૈનધર્મ-સંબંધી એક પાંડિત્યપૂર્ણ, વિચારપૂર્ણ નિબંધ મોકલ્યો, જે “ચિકાગો-પ્રશ્નોત્તર' નામે પ્રસિદ્ધ છે. આ પછી વળી પાછી પરિષદના સંચાલકોએ માગણી કરી કે જેનધર્મ ઉપર ભાષણ આપી શકે એવા આપના પ્રતિનિધિને મોકલો.
આ માગણીનો સમુચિત જવાબ આપવો સહેલો ન હતો. જે વિદ્વાન જૈનધર્મ અને તત્ત્વજ્ઞાનના પૂરા જાણકાર હોય, અંગ્રેજી ભાષા ઉપર પૂરું પ્રભુત્વ ધરાવતા હોય અને પોતાના વિષયને સચોટ રીતે રજૂ કરવાની વકતૃત્વકળામાં નિપુણ હોય, એવા વિદ્વાનની પસંદગી કરવાની હતી. પણ આત્મારામજી મહારાજની દૃષ્ટિ ભારે ચકોર હતી. એમણે ૨૯ વર્ષની ઉંમરના, શક્તિ અને ધર્મભાવનાના પંજસમા એક યુવાનની પસંદગી કરીને દૂર-સુદૂર પરદેશમાં મળતી વિશ્વના સર્વ ધર્મોની પરિષદને જૈનધર્મનો સંદેશો સંભળાવવાની ભારે જવાબદારીવાળી કામગીરી એને સોંપી, અને પોતાના અંતરના આશીર્વાદનો એના મસ્તક ઉપર અભિષેક કર્યો; એ બડભાગી યુવક તે શ્રી વીરચંદ રાઘવજી ગાંધી - જૈન એસોસિયેશન ઓફ ઇન્ડિયાના નિષ્ઠાવાન મંત્રી.
શ્રી વીરચંદભાઈ મુળે સૌરાષ્ટ્રમાં મહુવાના વતની. એમનો જન્મ સને ૧૮૯૪ની ઑગસ્ટની ૨૫મી તારીખે થયેલો. કુટુંબ ધર્મપરાયણ અને પિતા વિશેષ ધર્માનુરાગી, એટલે બચપણથી જ ધર્મસંસ્કારો અને ધાર્મિક શિક્ષણનો લાભ મળેલો. ૨૦ વર્ષની ઉંમરે તેઓ મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી. એ. થયા. જૈન સમાજના તેઓ પ્રથમ સ્નાતક હતા. ઊછરતી યુવાનીથી જ તેઓ લોકસેવા અને ધર્મસેવા પ્રત્યે આકર્ષાયા હતા, અને જે ઉંમરે સામાન્ય માનવી પોતાની શક્તિઓનો અર્થોપાર્જનમાં ઉપયોગ કરવાને લલચાય, એ ઉંમરે શ્રી વીરચંદભાઈએ જાહેર જીવનને પોતાનું જીવન બનાવ્યું. એમ લાગે છે કે સમાજસેવક અને સમાજનાયક એ બંને તરીકેની કાબેલિયત શ્રી વીરચંદભાઈને સહેજે સાંપડી હતી.
એમના માથે જવાબદારીનું સૌથી પહેલું કામ તીર્થાધિરાજ શત્રુંજયનો મુંડકાવેરો દૂર કરાવીને પાલીતાણા રાજ્ય સાથે જૈનસંઘનું સમાધાન કરાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org