SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય માણેકસાગરસૂરિજી ૧૪૧ હતો. તીર્થંકરની આજ્ઞા સ્મરી, કર્મો અને કષાયોના પોષક પ્રમાદથી નિત્ય દૂર રહેવાય એ માટેની એમની જાગૃતિ દાખલારૂપ હતી. પોતાના આશ્રિતો અને સાથીઓ ઓછામાં ઓછા ઉપદેશ, ઠપકા કે માર્ગદર્શનથી પોતાનો ધર્મમાર્ગ આપમેળે સમજી જાય એ રીતે એમણે પોતાની સંયમયાત્રાને વધારવાનો સતત પુરુષાર્થ કર્યો હતો. વળી, સાધુજીવનનો મુખ્ય હેતુ પોતાની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓને સ્ફટિક સમી નિર્મળ બનાવીને, પોતાના આત્મભાવને જાગૃત કરવાનો જ છે – આ ધર્મસાધનાની પાયાની વાત તેઓના અંતરમાં બરાબર વસી ગઈ હતી. એટલે લોકોના ઉદ્ધાર કરવાના વધારે પડતા ઉત્સાહમાં આત્મસાધના કે ધર્મસાધનાનો આ પાયાનો હેતુ ગૌણ બની ન જાય એની તેઓ સતત તકેદારી રાખતા. જે સાધકનું ધ્યાન, આ રીતે પોતાના ચિત્ત કે આત્માના શુદ્ધીકરણ ઉપર કેન્દ્રિત થયું હોય, એમને કીર્તિની આકાંક્ષા કે શાનીપણાનું ગુમાન કેવી રીતે સતાવી શકે ? આમ આચાર્ય શ્રી આત્મલક્ષી શ્રમણસાધનાના ઉત્તમ પ્રતિનિધિ બન્યા હતા. તેઓનું વતન ભરૂચ પાસેનું જંબુસર. પિતા પાનાચંદભાઈ, માતા ગંગાબહેન. વિ. સં. ૧૯૪૮ના મહા સુદિ ૯ના રોજ એમનો જન્મ. એમનું પોતાનું નામ મોહનલાલ. કુટુંબ ધર્મસંસ્કારવાળું; અને તેમાં ય માતાનું જીવન ધર્મના રંગે વિશેષ રંગાયેલું. એની અસર મોહનલાલના જીવન ઉપર સારા પ્રમાણમાં પડી હતી. આમાં કંઈક ભવિતવ્યતાનો શુભ યોગ આવી મળ્યો. મોહનલાલનું મન વધુ ને વધુ ધર્મપરાયણ બનતું ગયું, અને છેવટે એમના ચિત્તમાં તીર્થકરે ઉબોધેલ ત્યાગમાર્ગનો સ્વીકાર કરી સંયમ-વૈરાગ્ય-તપોમાર્ગના પુણ્યયાત્રિક બનવાની ભાવનાના અંકુર ફૂટ્યા. આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીનાં સત્સંગ અને વૈરાગ્યપ્રેરક ધર્મદેશનાએ આ અંકુરને વિકસાવવામાં ખાતર-પાણી જેવું કામ કર્યું; અને મોહનલાલે દીક્ષાનો દઢ સંકલ્પ કર્યો. - શાંત અને ઠરેલ સ્વભાવના મોહનલાલમાં મોટો આડંબર રચ્યા વગર, શાંત છતાં દઢ ચિત્તે પોતાનો શુભ સંકલ્પ પૂરો કરવાનું સહજ આત્મબળ હતું; અને નિશ્ચય કરી લીધા પછી કાળક્ષેપ કરવાનું એમને મંજૂર ન હતું. એટલે એમણે કેવળ ઓગણીસ વર્ષની ઊછરતી વયે, વિ. સં. ૧૯૯૭ના મહા વદ છઠના રોજ, ભરૂચતીર્થમાં, આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીના વરદ હસ્તે, એમના શિષ્ય તરીકે દિક્ષા લીધી; નામ મુનિ માણેકસાગરજી રાખવામાં આવ્યું. નવદલિત મુનિનું ચિત્ત મનોરથ સફળ થયાનો આહ્વાદ અનુભવી રહ્યું. સામે જ્ઞાનના સાગર ગુરુ હતા અને અંતરમાં જ્ઞાન અને ચારિત્રની નિર્મળ અને ઉત્કટ આરાધનાથી જીવનને ઉન્નત બનાવવાની અદમ્ય ભાવના વહેતી હતી; અને એ માટે ગમે તેટલી મહેનત ઉઠાવવાની તૈયારી હતી. તેઓ પૂર્ણયોગથી ગુરુભક્તિમાં અને જ્ઞાન-ચારિત્રની સાધનામાં લાગી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy