SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ અમૃત સમીપે જ્ઞાનચારિત્રની ગરિમાથી શોભતા આવા તેજસ્વી, પ્રભાવશાળી અને સમર્થ ધર્મપુરુષ પોતાના સમસ્ત વ્યક્તિત્વને ગાળી નાખીને તેને પોતાના ગુરુવર્યમાં જ સમગ્રભાવે સમાવી દે અને આટઆટલી સંયમસાધના છતાં પોતાના ગુરુદેવનાં ચરણોમાં એક અલ્પજ્ઞ અને ભક્તિવેલા બાળકની જેમ જ જીવવાનું પસંદ કરે એ બીના અંતરને ગદ્ગદ બનાવી મૂકે એવી છે. ખરેખર, તેઓ આત્મસાધનાના અમૃતનો આસ્વાદ મેળવી શક્યા હતા. | મ તા. ૧૩-૬-૧૯૭૦) કે, ૭) (૨૩) ભદ્રપરિણામી, આત્મસાધનાનિષ્ઠ આ. શ્રી વિજયભદ્રસૂરિજી શ્રમણજીવનની સાધના એટલે નિર્ભેળ આત્મસાધના. આવા શ્રમણસંતને મન આત્મસાધના દ્વારા ચિત્તશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ એ સર્વશ્રેષ્ઠ ધ્યેય હોય છે, અને એને સિદ્ધ કરવા એ વૈરાગ્ય-ત્યાગ-સંયમ-અહિંસાદિ મહાવ્રતોની અને બાહ્યઆવ્યંતર તપની આરાધનામાં એવા લીન બની જાય છે કે ભૂખ, ઊંઘ કે આરામને તથા પોતાની જાતને સુધ્ધાં વિસરી જાય છે. આધિ-વ્યાધિ-ઉપાધિકારક સંયોગો પણ એને એની સાધનામાંથી ચલિત કરી શકતા નથી. અલબત્ત, આવા મહાપુરુષો સમાજ કે સંઘમાં અતિ વિરલ હોય છે, અને આપણે પોતાના હિતને માટે એમને સામે ચાલીને શોધી કાઢવા પડે છે. દોઢેક મહિના પહેલાં, ગત (વિ.સં. ૨૦૩૩ના) જેઠ શુદિ આઠમના રોજ જૂના ડીસામાં ૧૦૩ વર્ષની પરિપક્વ વયે અને શ્રમણજીવનની પોણી સી જેટલી લાંબી અને આત્મલક્ષી સંયમસાધનાને અંતે કાળધર્મ પામીને કૃતકૃત્ય બની જનાર આચાર્ય શ્રી વિજયભદ્રસૂરિજી આ યુગના આવા જ એક આદર્શ અને શ્રેષ્ઠ શ્રમણ હતા. પોતાની અંતર્મુખ સંયમયાત્રા દ્વારા એમણે જેમ પોતાના જીવનને તેમ જૈન શાસનને ગૌરવાન્વિત બનાવ્યું હતું. શ્રમણજીવનની શોભારૂપ સરળતા, નિરંકારવૃત્તિ, સમભાવ, મધ્યસ્થષ્ટિ, સહનશીલતા, કષાયોની અલ્પતા, હળુકર્મીપણું, દૃષ્ટિરાગ કે રાગદષ્ટિ જેવા મહાદોષોનો અભાવ ઇત્યાદિ પાયાના ગુણોની જાણે એમને કુદરત તરફથી સહજભાવે જ બક્ષિસ મળી હતી. એમની નિર્મોહવૃત્તિ તો બધા આત્મસાધકોને માટે દાખલારૂપ હતી. આવી અનાસક્ત દૃષ્ટિને કારણે, શક્તિશાળી માનવીને પણ પરાધીન બનાવી દેતી કીર્તિની આકાંક્ષારૂપ દીનતા એમની આત્મનિષ્ઠાને ચળાવી શકી ન હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy