SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી “ધૂમકેતુ’ ૩૫૭ કે પ્રગટ થઈ કે ન તો એ કવિતાઓ બહાર પડી ! પણ કલમ અને કલ્પનાની આ કસરતે ભવિષ્યના કલમના સ્વામીપણાનું બીજ વાવ્યું. બિલખાના આ આશ્રમનો ધૂમકેતુ ઉપર અને ગુજરાત ઉપર આ ઉપકાર ! ગૌરીશંકરના મનના ભાવ તો સાધુ કે પરિવ્રાજક થઈને મુક્ત રીતે પરિભ્રમણ કરવાના અને ચિંતન-મનન-અવલોકન કરવાના હતા. પણ ભાગ્યરેખા એમને ગૃહસ્થાશ્રમમાં દોરી ગઈ. ધર્મશીલ, ભક્તિપરાયણ અને કુટુંબવત્સલ કાશીબહેન સાથે એમનાં લગ્ન થયાં. પોતાની યશસ્વી કારકિર્દીમાં કાશીબહેનનાં હિસ્સાનો ઋણસ્વીકાર શ્રી ધૂમકેતુએ પોતે જ એમની ષષ્ટિપૂર્તિના સમારંભ પ્રસંગે જાહેર રીતે કરતાં કહ્યું હતું : જ્યારે શ્રી રામ, સીતા અને લક્ષ્મણ વનમાં જવા માટે નીકળ્યાં ત્યારે સૌથી વધારે વેદના લક્ષ્મણની પત્ની ઊર્મિલાના દિલમાં હતી ; પણ તે ઊર્મિલાને તો કોઈ ઓળખતું પણ ન હતું ! તેમ આ બધું હું જેને પ્રતાપે કરી શક્યો છું, અને જેને કોઈ પણ ઓળખતું નથી, તે તો મારાં પત્ની છે. તેમણે, મારો ઉગ્ર સ્વભાવ હોવા છતાં, મને બાળકની જેમ પટાવીને કામકાજ કરતો રાખ્યો છે, છાયાની પેઠે જીવનવિગ્રહના તમામ પ્રસંગોમાં સાથ આપ્યો છે. તેનો માટે આભાર માનવો જોઈએ.” જીવનનિર્વાહના સંઘર્ષમાં એમણે કોઈ કામ કરવામાં શરમ કે નાનમ નથી અનુભવી. પોસ્ટમૅનની કામગીરી માટેની પણ એમની તૈયારી હતી, અને સ્ટેશનમાં નોકરી શોધવામાં કે રાજ્યની કોઈ નોકરી લેવામાં એમને સંકોચ ન હતો – ગમે તે કામ દોય, એને નિષ્ઠાપૂર્વક પૂરું કરવાની વૃત્તિ એ સફળતાની ગુરુચાવી હતી; શ્રી ધૂમકેતુએ એ ચાવી મેળવી લીધી હતી. એણે જ એમને મહાન બનાવ્યા અને યારી અપાવી. આ સંઘર્ષમાં અંતે તો શિક્ષક અને સાહિત્યકારનો જ વિજય થયો. શ્રી ધૂમકેતુ જેમ એક આદર્શ અને યશસ્વી શિક્ષક બન્યા, એમ ઉચ્ચ કોટિના યશસ્વી સાહિત્યકાર બન્યા. ગદ્ય અને પદ્ય બંનેમાં કલમ ચલાવવાનો શોખ એમને સોળેક વર્ષની કિશોર વયે લાગ્યો હતો. ૧૯૧૭માં, પહેલી પચ્ચીશીમાં, એક નિબંધ માટે એમને ૧૦ રૂપિયાનું ઇનામ મળ્યું અને એમનો કલમ ઉપરનો વિશ્વાસ વધી ગયો. એમણે પાગલ” અને “ધૂમકેતુ’ એવાં બે તખલ્લુસ રાખેલાં, પણ છેવટે “ધૂમકેતુ' તખલ્લુસ યશોજ્જવળ બન્યું. લગભગ ધૂમકેતુ બી.એ. થયા એ અરસામાં રાણપુરથી શ્રી અમૃતલાલ શેઠના તંત્રીપણા નીચે નીકળતા “સૌરાષ્ટ્ર' સાપ્તાહિકમાં “રાજમુગટ” નામે તેમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy