________________
૩૭ર
અમૃત-સમીપે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું તેજ અને ગૌરવ વધારવા શ્રી મુનશીજીએ ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના તથા બીજી પણ જે-જે પ્રવૃત્તિ કરી તે ગુજરાતી સાહિત્યના વિકાસના ઇતિહાસમાં હંમેશને માટે યાદગાર બની રહેશે.
ગુજરાતની અસ્મિતા અંગેના દૃઢ વિચારોએ તો તેઓને એ અસ્મિતાના પર્યાયરૂપ જ બનાવી દીધા હતા. આ અસ્મિતાના સ્વપ્નદ્રષ્ટા બનીને એ ભાવના અને ખુમારીનો તેઓએ અનેકને ચેપ લગાડ્યો હતો, અને પોતે એને મૂર્ત કરવા જીવનભર પ્રયત્ન કર્યો હતો.
વળી પોતાની ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની ઉત્કટ ભક્તિને સાકાર બનાવવા તેઓએ મુંબઈમાં “ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી અને દેશનાં અનેક વિશિષ્ટ કેન્દ્રોમાં એની સંખ્યાબંધ શાખાઓ સ્થાપી. આ સંસ્થાએ વિદ્યાપ્રચારનું વિશિષ્ટ કાર્ય કરવા ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઉત્તમ અંશોને વિશ્વના ચોક સુધી પહોંચતા કરવા માટે બૂક-યુનિવર્સિટીની પુસ્તકમાળા રૂપે તેમ જ અન્ય મહત્ત્વના ગ્રંથો રૂપે સેંકડો પુસ્તકોના સુઘડ અને સસ્તા પ્રકાશનનું જે કામ કરી બતાવ્યું છે, તે પણ શ્રી મુનશીજીની ભાવના અને કાર્યશક્તિની અમર કીર્તિગાથા બની રહે એવું છે. આ સંસ્થાની સ્થાપના અને એના વિસ્તાર માટે શ્રી મુનશીજીએ દેશભરમાંથી જે અઢળક નાણાં મેળવ્યાં તે ઉપરથી એમ જરૂર કહી શકાય કે તેઓ સંસ્કૃતિની રક્ષાના કાર્યમાં આખા દેશમાંથી સાથ મેળવી શક્યા હતા.
આવ-આવી અનેક લોકોપકારક પ્રવૃત્તિઓ વડે શ્રી મુનશીજીએ પોતાનાં તન-મન-ધન અને જીવનને કૃતાર્થ કર્યા હતાં.
(તા. ૨૦-૨-૧૯૭૧)
(૪) રસલ્હાણના રસિયા સર્જક શ્રી “જયભિખ્ખ
ગુજરાતના ખ્યાતનામ લેખક શ્રી જયભિખુભાઈ (બાલાભાઈ વીરચંદ દેસાઈ)નો અણધાર્યો સ્વર્ગવાસ થતાં ગુજરાતી ભાષાને, તેમ જ તે સમજતી જનતાને એક તેજસ્વી, ખુમારીદાર અને માનવતાના ગાયક સાહિત્યસર્જકની ન પુરાય તેવી ખોટ પડી છે. એમના સ્વર્ગવાસથી જૈન સમાજ અને જૈન સાહિત્યને પણ ખોટ પડી છે, તે તો એથી પણ વધારે ઊંડી છે. * તેમનું પારિવારિક નામ બાલાભાઈ ઉપરાંત ભીખાભાઈ હોઈને તથા પત્નીનું નામ જયાબેન હોઈને સ્ત્રી-પુરુષ-સાયુજ્ય બતાવતું ‘જયભિખુ' તખલ્લુસ તેમણે યોજેલું. (-સં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org