________________
અમૃત-સમીપે પોતાની અવિરત જ્ઞાનસાધના દ્વારા પંડિતજીએ ભારતીય સંસ્કૃતિની અને એમાં ય ખાસ કરીને જૈનસંસ્કૃતિની જે બહુમૂલી સેવા કરી છે એ માટે આપણે અને આપણો દેશ એમના ચિરકાળપર્યત ઋણી રહીશું. જૈનધર્મ અને જૈનદર્શનના હાર્દની જગતને સમજૂતી આપવી અને જૈનસંસ્કૃતિની અહિંસા અને અનેકાન્તદૃષ્ટિની સાધનાનાં દર્શન કરાવવાં એ આ યુગનું એક ભારે મહત્ત્વનું કામ છે. એ કામ કરવામાં પંડિતજીએ જે ફાળો આપ્યો છે, તે ચિરકાળપયત સ્મરણીય બની રહે એવો છે. જૈનધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનના મર્મને પ્રગટ કરવામાં અને ભારતની સમગ્ર દાર્શનિક ચિંતનધારાઓમાં રહેલા સામંજસ્યનું આકલન કરીને એના સમન્વયગામી મુદ્દાઓનું વિશદીકરણ કરવામાં પંડિતજીએ જે સિદ્ધિ હાંસલ કરી છે એણે આ યુગ ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે.
જેઓ પંડિતજીની આ વિરલ સેવાઓને સમજી શક્યા છે, તેઓ પંડિતજી પ્રત્યેના ઋણનો મુક્ત મને સ્વીકાર કરવામાં જરા ય ખમચાતા નથી. જો કોઈ પંડિતજીની આ સેવાઓને ન સમજી શકતા હોય તો એ પંડિતજીની વિદ્યાસેવાની નહિ, પણ એ વ્યક્તિઓની પોતાની જ ઊણપ લેખાવી જોઈએ. અજ્ઞાન, અંધશ્રદ્ધા કે સંકુચિતતાના અવરોધો જો સાચી સમજણની આડે આવતા હોય, તો એ અવરોધોને દૂર કરવાનો પુરુષાર્થ તે-તે વ્યક્તિએ પોતે જ કરવો ઘટે,
પંડિતજીની જ્ઞાનસાધના જેમ વિરલ છે, એમ એમની જીવનસાધના પણ એટલી જ ઉત્કટ છે. લોભ-લાલચ કે પ્રશંસાના મોહમાં ફસાવું નહીં, ખાન-પાનમાં એકદમ નિયમિત રહેવું, જીવનની જરૂરિયાતો માટે ખૂબ-ખૂબ સંયમ જાળવવો, સત્યને એકનિષ્ઠાપૂર્વક વળગી રહેવું, અન્યાયની સામે થયા વગર રહેવું નહિ, પ્રમાદને પાસે ટૂંકવા દેવો નહીં, જીવનની પળેપળ જાગૃતિમાં જ વિતાવવી, કોઈનું કંઈ પણ કરી છૂટવામાં જ આનંદ માનવો - આવા અનેક સગુણોને લીધે પંડિતજીએ પોતાના જીવનને એક સાધકના જીવન જેટલું નિયમિત, નિર્મળ અને નિષ્કામ બનાવ્યું છે.
(તા. ૨૨--૧૯૫૭) ખાન-પાન, વાચન-લેખન, હરવું-ફરવું વગેરે બધાં કામોમાં એમની નિયમિતતા દાખલારૂપ બની રહે એવી હતી. પંડિતજી સાચા અર્થમાં જીવનકલાકાર હતા.
એમના પારગામી પાંડિત્યનું સરકારી ધોરણે તથા સંખ્યાબંધ સંસ્થાઓએ જે બહુમાન કર્યું હતું, તે પરથી પણ એમના વ્યક્તિત્વનો કેટલો બધો વિકાસ થયો હતો તે જાણી શકાય છે.
પંડિતજીના મિત્રો અને પ્રશંસકોને પંડિતજીનું અખિલ ભારતીય ધોરણે બહુમાન કરવાનો જે વિચાર સ્ફર્યો અને “પંડિત સુખલાલજી સન્માન સમિતિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org