SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત-સમીપે વડોદરાની “સયાજી સાહિત્યમાળા' તરફથી “ઐતિહાસિક લેખસંગ્રહ' નામે પ્રગટ થયેલ પંડિતજીના લેખોનો સંગ્રહ જોતાં પણ પંડિતજીના પાંડિત્યનો ખ્યાલ આવી શકે છે. પ્રાચીન દુર્ગમ ગ્રંથોના સંશોધન માટેનાં પંડિતજીનાં ખંત, ધીરજ, ચીવટ અને નિષ્ઠા દાખલારૂપ બની રહે એવાં હતાં. - પંડિતજી જેવા વિદ્યાપ્રેમી, એવા જ અતિથિપ્રેમી; અતિથિઓને માટે એમનાં ઘરનાં અને હૃદયનાં દ્વાર હંમેશાં ઉઘાડાં. પંડિતજીનું અવસાન તા. ૨૯-૩-૧૯૭૬ ના રોજ ૮૨ વર્ષની ઉમરે થયું. | (તા. ૨૦-૧-૧૯૬૮ અને ૨૪-૪-૧૯૭૯) (૫) શ્રી સરસ્વતીના સમન્વયકાર શ્રી અગરચંદ નાહટા જન્મ વણિક, વ્યવસાયે વેપારી અને છતાં જીવનભર વિદ્યાસેવી – એવો સુયોગ ભાગ્યે જ જોવા મળે છે. તેમાં ય અર્થપરાયણ અને નિરંતર વ્યવસાયવ્યાપારપરાયણ જેને ગૃહસ્થવર્ગમાંથી ધાર્મિક તેમ જ અન્ય પ્રાચીન સાહિત્ય તથા ભાષાના અધ્યયન-સંશોધનને પોતાનું જીવનવ્રત બનાવીને એમાં નિષ્ઠાપૂર્વક નિમગ્ન થનાર વ્યક્તિ તો બહુ જ વિરલ જોવા મળે છે. રાજસ્થાનના અને જૈન સમાજના જાણીતા વિદ્વાન શ્રીયુત અગરચંદજી નાહટા આવી જ એક વિરલ વ્યક્તિ છે. એમની અવિરત વિદ્યાસાધના બીજાઓને માટે પ્રેરક તેમ જ દાખલારૂપ બની રહેવા સાથે સૌ કોઈની પ્રશંસા માગી લે એવી છે. જે વ્યક્તિઓએ આપણા જ્ઞાનભંડારો અને હસ્તલિખિત પુસ્તકોની સાચવણીનું કામ કરવામાં આગેવાનીભર્યો ભાગ લીધો છે તેઓએ ધર્મ, સંઘ અને સાહિત્યની રક્ષાનું ઘણું ઉપકારક કાર્ય કર્યું છે એમ કહેવું જોઈએ. આ દિશામાં શ્રી નાહટાજીએ જે વિશેષ રસ દાખવ્યો છે અને આપણા સાહિત્ય-વારસાને સુરક્ષિત કરવામાં જે જહેમત ઉઠાવી છે તે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. શ્રી નાહટાજીએ સાહિત્યસંશોધનના તેમ જ સાહિત્યસર્જનના ક્ષેત્રમાં જે કામ કર્યું છે, તે ન કર્યું હોત, અને માત્ર પ્રાચીન હસ્તપ્રતોના રક્ષણ માટે જે કાર્ય કર્યું છે તેટલું જ કામ કર્યું હોત તો પણ એમની સરસ્વતી સેવા યાદગાર બની રહેત એમાં શંકા નથી. એમના સત્રયત્નથી કેટલી બધી હસ્તપ્રતો સુરક્ષિત બનીને વિદ્વાનોને માટે સુલભ બની શકી છે ! વિ. સં. ૧૯૯૭માં રાજસ્થાન મળે બિકાનેરમાં જન્મેલા શ્રી નાહટાજીની વિદ્યાસાધનાની કારકિર્દીનો વિચાર કરીએ છીએ, ત્યારે એમ જ લાગે છે કે, શાળામહાશાળાના ખાસ અભ્યાસ વગર જ, આઇ શ્રી કૃપાચંદ્રસૂરિજીની પ્રેરણાથી એક Jain Education International For Private & Personal Use Only 'WWW.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy