________________
અમૃત-સમીપે
,
રવિશંક૨ પોતાના પિતાની આવી પંડિતાઈ અને કુશાગ્ર બુદ્ધિનો વારસો મેળવવા ભાગ્યશાળી થયા હતા. પણ વિદ્યા અને કળાને લગતા અનેક વિષયો પૈકી કોઈમાં ઊંડા ઊતરીને તો કોઈકમાં ઉપરછલ્લો ચંચૂપાત કરીને છેવટે એમણે સિતારવાદનમાં નિપુણતા પ્રાપ્ત કરવાનો અને એ સાધનાને પોતાનું જીવન સમર્પિત કરવાનો દૃઢ સંકલ્પ કર્યો, અને એ સંકલ્પને સફળ કરવાના પુરુષાર્થમાં તેઓ મન-વચન-કાયાના પૂર્ણ યોગથી એકાગ્રતાપૂર્વક લાગી ગયા. આ સાધનામાં એમના જીવનની સૌથી વિશેષ નોંધપાત્ર વિલક્ષણતા તો એ હતી, કે પોતે માત્ર સોળ વર્ષની કુમારવયે એક ઉદીયમાન નૃત્યકલાકાર તરીકે, પોતાના ખ્યાતનામ મોટા ભાઈ ઉદયશંકરની મંડળીમાં રહીને યુરોપનાં જુદાં-જુદાં નગરોમાં ‘ ચિત્રસેન ' નામે નૃત્યકથાનક ૨જૂ કરીને જે કીર્તિ મેળવી હતી, એનો પણ સહર્ષ ત્યાગ કર્યો હતો ! સિતારવાદનના અભ્યાસમાં એમના ગુરુ હતા મૈહર(મધ્યપ્રદેશ)નિવાસી ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં જેમની સંગીત-વિશારદતાની તોલે આવે એવા સંગીતકાર ન એમના સમયમાં વિદ્યમાન હતા, ન અત્યારે વિદ્યમાન છે. તેઓ વિદેશની યાત્રાએ પણ વારંવાર જતા હતા. એમના જેવું દીર્ઘ અને તંદુરસ્ત આયુષ્ય પણ બહુ ઓછાને મળે છેઃ આશરે એકસો દસ વર્ષની વયે, થોડાંક વર્ષ પહેલાં જ, એ ખુદાના બંદા ખુદાના નૂરમાં ભળી ગયા ! એમને સૌ કોઈ ‘સંગીતમહર્ષિ’ તરીકે જ બહુમાન આપતા. એમના ઘરમાં અને જીવનમાં હિંદુ-સંસ્કૃતિ અને ઇસ્લામ-સંસ્કૃતિના ઉત્તમ અંશોનો સુમેળ જોવા મળતો.
३७८
રવિશંકરને સંગીતના અનેક વિષયોમાં પ્રયાસ કરતા જોઈને એક વાર એમણે “બેટા ! ધ્યાનથી સાંભળ, એક હી સાથૈ સબ સધે, સબ સાધૈ સબ જાય” એમ કહી જાણે સાધનાનો ગુરુમંત્ર આપી દીધો હતો. વળી અલ્લાઉદ્દીનખાં પોતાના શિષ્યો પ્રત્યે જેવા હેતાળ હતા, એટલું જ એમનું અનુશાસન કઠોર હતું. નાનીસરખી ભૂલને પણ તેઓ હરગિજ ચલાવી ન લેતા. સાદો ખોરાક, સાદી રહેણીકરણી, સાદો વેશ, વિનય-વિવેકભર્યાં વાણી-વર્તન અને બ્રહ્મચર્યપાલનનો તેઓ પૂરો આગ્રહ રાખતા. વિદ્યાદાનની એમની આ શરતનું સૌએ દૃઢતાથી પાલન કરવું પડતું; શિષ્યો માટે આ એક પ્રકારનું વિદ્યાપ્રાપ્તિ માટેનું તપ જ હતું.
એમની પાસેથી સિતારવાદનની કળા પ્રાપ્ત કરવાની ઉત્કટ ભાવનાથી પ્રેરાઈને રવિશંકર પોતાનાં સુશોભિત વસ્ત્રોને તજી દઈને અને રૂપાળા વાળનું મુંડન કરાવીને પોતાના મહર્ષિ ગુરુના ચરણે સમર્પિત થઈ ગયા; અને ગુરુએ પણ એમને પૂરા ઉમળકાથી આવકાર આપ્યો અને હેતપૂર્વક વિદ્યાદાન કરવા માંડ્યું. એ દાન પામીને રવિશંકર જાણે નવો અવતાર પામવા લાગ્યા. રવિશંકર ગુરુના સાંનિધ્યમાં એક ઝૂંપડીમાં રહેતા. શરીરની પરવા કર્યા વગર એમને રોજ આઠ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org