SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેઘજીભાઈ પેથરાજ શાહ ૪૧૫ શ્રી મેઘજીભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં જામનગર પાસેનું એક નાનું ગામડું. એમની જ્ઞાતિ ઓસવાળ અને ધર્મે તેઓ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન. એમનો જન્મ સને ૧પ-૮-૧૯૦૪ને રોજ. કુટુંબની સ્થિતિ સાવ સાધારણ; એટલે જીવનઘડતર કે જીવનવિકાસની અથવા મોટા વેપાર-ઉદ્યોગની તકનું તો પૂછવું જ શું ? બે ટંક રોટી મળી જાય અને ઘરનો વ્યવહાર સચવાઈ જાય તો ય પરમેશ્વરનો પાડ ! - ચૌદ વર્ષની ઉંમરે શ્રી મેઘજીભાઈનું લગ્ન થયું. કુટુંબની આર્થિક ભીંસ ગમે તેવી હોય, પણ સમાજે લગ્ન માટે નક્કી કરેલી ઉમરે લગ્ન ન થાય તો યુવાનની યુવાની લાજે અને કુટુંબની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે એવો એ જમાનો ! લગ્ન-જીવનના પ્રારંભ સાથે શિક્ષક તરીકેના જીવનની પૂર્ણાહુતિ થઈ ! શ્રી મેઘજીભાઈએ વિચાર્યું : જિંદગી આખી આ ધંધામાં વિતી જશે તો ય એથી કુટુંબનું દળદર નહીં ફીટે, ઘરસંસારમાં ભલીવાર નહીં આવે અને જીવનભર બે પાંદડે નહીં થવાય. અને જેનું યૌવન પુરુષાર્થનો ઘોડો પલાણીને આગળ વધવા થનગની રહ્યું હોય એને આવા ઠંડા કામથી અને આવી ઠંડી કમાણીથી સંતોષ પણ કેવી રીતે થાય ? એમણે શિક્ષકની નોકરી મૂકી દીધી અને સને ૧૯૧૯માં, ૧૫ વર્ષની ઉમરે, દરિયાપાર આફ્રિકામાં એક વેપારી પેઢીમાં નામા-કારકુનની નોકરી સ્વીકારીને, બે વર્ષની બંધણીથી તેઓ ત્યાં પહોંચી ગયા. પગાર ખાવા-પીવા સાથે માસિક રૂપિયા પચીસ. યુવાનને પગારની ખેવના તો હતી જ, પણ એથી યે વધુ ખેવના એને હતી જિંદગીનો વિકાસ કરવાની સોનેરી તક શોધી કાઢવાની. શ્રી મેઘજીભાઈને એ શોધી કાઢતાં વાર ન લાગી. આ નામાની નોકરી પણ એમણે ત્રણ જ વર્ષ કરી. પછી તો એમનું અંતર બંધનમુક્ત બનીને મુક્તપણે વેપાર-ઉદ્યોગ ખેડવા તલસી રહ્યું. નામાની નોકરી દરમિયાન એમની ચકોર દૃષ્ટિએ આફ્રિકા જેવા અણવિકસિત દેશમાં આર્થિક વિકાસ સાધવાના સંખ્યાબંધ માર્ગો શોધી કાઢ્યા. આફ્રિકામાં તો જો પકવતાં આવડે તો ઠેર-ઠેર કાચું સોનું છુપાયું હતું – જેટલી આવડત અને જેટલો પુરુષાર્થ એટલો લાભ; શ્રી મેઘજીભાઈને અનર્ગળ અર્થપ્રાપ્તિની જાણે ચાવી મળી ગઈ ! અને આગળ વધવાનો માર્ગ લાધી ગયો પછી રોકાઈ રહે એ જુવાન નહીં ! શ્રી મેઘજીભાઈએ નામાની નોકરી તજી દીધી અને સને ૧૯૨૨માં, ૧૮મે વર્ષે, આફ્રિકામાં સ્વતંત્ર વેપાર શરૂ કર્યો. શરૂઆતમાં તો છૂટક વેપારથી ભાગ્યની અજમાયશ કરી; પણ જેનામાં કામ કરવાનો અદમ્ય ઉત્સાહ અને આગળ વધવાની સહજ સૂઝ ભર્યા હોય એની બુદ્ધિને ટીપે-ટીપે સરોવર ભરવા જેવું ધીમું કામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy