SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત-સમીપે એમણે સ્વીકાર્યો હતો તો વૈરાગ્યની સાધનાનો કઠોર માર્ગ; પણ એમના કૂણા હૃદયમાં માતૃવાત્સલ્યનું ઝરણું સદાકાળ વહ્યા કરતું. સૌ પ્રત્યે મમતા દાખવીને તેઓ સૌનાં હૃદય જીતી લેતાં. તેઓની આજ્ઞામાં ૧૭૫ જેટલી સાધ્વીનો મોટો સમુદાય રહેતો, અને પોતાના સમુદાયની કે અન્ય સમુદાયની સાધ્વીજીઓને વિના ભેદભાવે શાસ્ત્રાભ્યાસ કરાવતાં હતાં. તેઓના અંત૨માં એ જાણે વસી જ ગયું હતું કે જ્ઞાનની આરાધના વગર ચારિત્રની આરાધના શક્ય જ નથી. અત્યારના સાધુસાધ્વી-સમુદાયે આ બોધપાઠ સ્વીકારવા જેવો છે. સાચે જ, શ્રી રંજનશ્રીજી વગર કહ્યું મહત્તરા કે પ્રવર્તિની જેવા ગૌરવશાળી પદનાં સાચાં અધિકારી હતાં ! ૨૭૮ સંયમ, સ્વાધ્યાય, સેવાભાવ, સમતા અને માયાળુ સ્વભાવ એ સાધ્વીજી શ્રી રંજનશ્રીજીની જીવનસાધનાનું પંચામૃત હતું. તપસ્યા તરફ પણ એમને એટલો જ અનુરાગ હતો. સમભાવ અને સહિષ્ણુતા એવી કે કાયામાં કેન્સર જેવા ભયંકર વ્યાધિની અસહ્ય વેદનાના કડાકા બોલતા, છતાં તેઓ એ બધાં કષ્ટને પૂરી સ્વસ્થતા અને શાંતિપૂર્વક સહન કરતાં હતાં. ધર્મનું પાલન કરતાં જ વધારે ઉચ્ચ સ્થાને ચાલી ગયાં ! (૪) સાહિત્યસર્જક વિદુષી સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી મહાવીર-નિર્વાણ-મહોત્સવ જેવા અપૂર્વ, પાવનકારી પ્રસંગ નિમિત્તે જે વિદ્વાનો અને લેખકો-સર્જકોએ પોતાનાં સર્જન દ્વારા ભગવાનને ચરણે પોતાનું અર્ધ્ય અર્પણ કર્યું હતું, એમાં આપણા સંઘનાં એક સાધ્વીજીનો પણ સમાવેશ થાય છે એ જાણીને આપણે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ એ સ્વાભાવિક છે; આ સાઘ્વીરત્ન છે સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી. લેખિકા તરીકે એમણે પોતાનું તખલ્લુસ (ઉપનામ) ‘સુતેજ' રાખ્યું છે. પોતાની જે કૃતિ દ્વારા એમણે નિર્વાણમહોત્સવ પ્રસંગે પરમાત્મા મહાવીરદેવની ભાવનાત્મક પૂજા-અર્ચના કરી છે એનું નામ છે ‘મંગલં ભગવાન્ વીરો યાને શ્રી મહાવીર-જીવનજ્યોત’. ચારસો પાનાં જેટલા દળદાર આ ગ્રંથમાં શ્વેતાંબર-સંઘને માન્ય પરંપરા પ્રમાણેનું ભગવાન મહાવીરસ્વામીનું સવિસ્તર ચરિત્ર આપવામાં આવ્યું છે. (તા. ૪-૪-૧૯૬૪) સાધ્વીજીની અધ્યયનશીલતાનું તથા આ કૃતિનું મહત્ત્વ યુગદિવાકર આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીના શબ્દોમાં જ સારી રીતે સમજી શકાય એમ છે. આ પુસ્તકના ‘અનુમોદના અને અભિનંદન' એ પુરોવચનમાં તેઓએ સાચું જ કહ્યું છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy