________________
૧૦
અમૃત-સમીપે પંડિતજીએ એ એમને ભેટ આપી દીધું અને પોતે ઘાસની પથારી અને કામળાના ભરોસે કડકડતી ટાઢનો સામનો કર્યો !
ત્રણેક વર્ષમાં પંડિતજી મિથિલાપ્રદેશનાં ત્રણ ગામમાં ફર્યા. છેવટે દરભંગામાં એમને મહામહોપાધ્યાય પંડિતરત્ન શ્રી બાલકૃષ્ણ મિશ્રનો સમાગમ થયો. એમની પારગામી વિદ્વત્તા અને સહૃદયતાએ પંડિતજીની જિજ્ઞાસાને સંતૃપ્ત કરી દીધી ; એ ગુરુ અને શિષ્ય જિંદગીભરના મિત્રો બની ગયા.
આ રીતે હેતાળ સ્વજનો અને પ્રારા વતનથી દૂર નવ વર્ષ જેટલો લાંબો સમય રહીને પંડિતજીએ પોતાનું વિદ્યાઅધ્યયન પૂરું કર્યું, અને તેઓ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોષ, સાહિત્ય અને ધર્મશાસ્ત્રોના એક સમર્થ વિદ્વાન બની ગયા, અને દર્શન અને તત્ત્વજ્ઞાનના તો તેઓ પારગામી પંડિત લેખાવા લાગ્યા. જન્મ વૈશ્ય પંડિતજી કર્મે જાણે બ્રાહ્મણનો નવો અવતાર પામ્યા; પણ આ દ્વિજત્વનો સંસ્કાર કેટલો બધો કષ્ટસાધ્ય બન્યો હતો ! તે વખતે પંડિતજીની ઉંમર બત્રીસ વર્ષની હતી.
આ બધા સમય દરમ્યાન પંડિતજીએ કેવળ અભ્યાસ જ કર્યો એમ નથી. બંગભંગથી શરૂ થયેલ રાષ્ટ્રીય સ્વાતંત્ર્યના યુદ્ધના બધા તબક્કાઓથી, તેમ જ દેશની સામાજિક અને ધાર્મિક સમસ્યાઓથી પણ પૂરેપૂરા માહિતગાર રહેતા હતા. આ રીતે પંડિતજીના માનસનો સર્વાગીણ વિકાસ થતો રહ્યો એમ કહેવું જોઈએ.
પછી તો કેટલાંક વર્ષ આગ્રામાં રહીને અને જરૂર પડ્યે બહારગામ જઈને પણ જૈન સાધુઓને ભણાવવાનું કામ એમણે કર્યું. તે પછી એમના બહુમુખી પાંડિત્ય અને ખાસ કરીને સર્વસ્પર્શી દાર્શનિક વિદ્વત્તાથી પ્રેરાઈને સને ૧૯૨૧માં મહાત્મા ગાંધીજીએ પંડિતજીને ગુજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ-મંદિરમાં ભારતીય દર્શનોના અધ્યાપક તરીકે બોલાવી લીધા. ત્યાં નવ-દસ વર્ષ દરમ્યાન થયેલ ગાંધીજીના સંપર્ક પંડિતજીના જીવન ઉપર બહુ જ ઊંડી છાપ પાડી. આ સમય દરમ્યાન પંડિતવર્ય શ્રી બેચરદાસજીના સહકારમાં કરેલ જૈન ન્યાયના એક પ્રાચીન આકરગ્રંથ “સન્મતિ-તર્કના સંપાદનથી પંડિતજીની વિદ્વત્તા દેશ-વિદેશમાં વિખ્યાત બની ગઈ.
૧૯૩૦માં સ્વતંત્રતાનું અહિંસક યુદ્ધ શરૂ થયું, અને વિદ્યાપીઠ બંધ થઈ. પંડિતજી દોઢ-બે વર્ષ માટે શાંતિનિકેતનમાં ચાલ્યા ગયા, અને ત્યાં રહીને અંગ્રેજી ભાષાનું જ્ઞાન એમણે મેળવી લીધું.
૧૯૩૩થી ૧૯૪૩ના અંત સુધી પંડિતજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જૈનદર્શનના અધ્યાપક તરીકે કામ કર્યું. એ સમય દરમ્યાન એમણે અનેક ગ્રંથોનું સંપાદન-લેખનકાર્ય કર્યું અને અનેક “ચેતનગ્રંથો” (વિદ્વાનો) પણ તૈયાર કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org